Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

આજથી ૧૬મી સુધી સરકારની સ્કીમમાં સસ્તા ભાવે ખરીદો સોનુ

સરકારની સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ તમને સોનું ખરીદવામાં મદદ કરી શકે

નવી દિલ્હી તા. ૧૨ : સોનાની ખરીદી કરવા ઈચ્છતા લોકો માટે આજથી એટલે કે ૧૨ જુલાઈથી ૪ દિવસ સુધી એટલે કે ૧૬ જુલાઈ સુધી સસ્તુ સોનું મળી રહેશે. તમે સસ્તું સોનું ખરીદવા ઈચ્છો છો તો સરકારની આ સ્કીમનો લાભ લો.  તમે મોદી સરકારની સોવરેન ગોલ્ડ બોન્ડ યોજનામાં સસ્તુ સોનું મેળવી શકો છો. તો ડાણો શું છે આ વખતે પ્રતિ ગ્રામના ભાવ અને ઓનલાઈન પેમેન્ટ પર કેટલી છૂટ મળશે તે વિશે પણ. ૧૨ જુલાઈથી એટલે કે આજે સોમવારથી ફરી એક અવસર આપવામાં આવી રહ્યો છે. આ દિવસે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ ૨૦૨૧-૨૨દ્ગટ ચોથો તબક્કો શરૂ કરાશે. જેમાં પ્રતિ ગ્રામ ગોલ્ડની કિંમત ૪૮૦૭ રૂપિયા રાખવામાં આવી છે. સોવરેન ગોલ્ડ બોન્ડ આરબીઆઈ સરકારની તરફથી જાહેર કરે છે. તેમાં રોકાણ કરવા ઈચ્છો છો તો જાણો આ ડિટેલ્સને વિશે પણ. 

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ આ વખતે ગોલ્ડ બોન્ડની કિંમત પ્રતિ ગ્રામ રૂપિયા ૪,૮૦૭ નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત ઓનલાઇન અરજી કરવા અને ડિજિટલ માધ્યમ દ્વારા ચુકવણી કરનારા રોકાણકારોને ૫૦ રૂપિયા પ્રતિ ગ્રામ છૂટ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આવા રોકાણકારો માટે ગોલ્ડ બોન્ડની કિંમત પ્રતિ ગ્રામ ૪,૭૫૭ હશે.

સોવરેન ગોલ્ડ બોન્ડ એક સરકારી બોન્ડ હોય છે. તેને ડીમેટ રૂપમાં પરિવર્તિત કરી શકાય છે. તેનું મૂલ્ય રૂપિયા કે ડોલરમાં હોતું નથી પણ સોનાના વજનમાં હોય છે. બોન્ડ ૫ ગ્રામ સોનાના છે તો ૫ ગ્રામ સોનાની કિંમત હશે એટલી બોન્ડની કિંમત હશે. આ બોન્ડ આરબીઆઈ સરકારની તરફથી જાહેર કરે છે. આ યોજના સરકારે ૨૦૧૫માં શરૂ કરી હતી.

સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં એક નાણાંકીય વર્ષમાં એક વ્યકિત ૪ કિગ્રા સોનાના બોન્ડ ખરીદી શકે છે. ન્યૂનતમ રોકાણ ૧ ગ્રામનુ કરી લેવું જરૂરી છે. ટ્રસ્ટ કે તેના જેવી સંસ્થાઓ ૨૦ કિગ્રા સુધીના બોન્ડ ખરીદી શકે છે. અરજી ઓછામાં ઓછા ૧ ગ્રામ કે તેના મલ્ટીપલમાં જાહેર કરાય છે. બોન્ડની કિંમત ઈન્ડિયન બુલિયન એન્ડ જવેલર્સ એસોસિયેશન લિમિટેડ દ્વારા આપવામાં આવેલા ૯૯૯ શુદ્ઘતાના ગોલ્ડના આધારે કલોઝિંગ પ્રાઈઝના આધારે નક્કી કરાય છે.

આ ખરીદવા માટે તમારે તમારી બેંક, BSE, NSE વેબસાઇટ અથવા પોસ્ટ ઓફિસનો સંપર્ક કરવો પડશે. તેને અહીંથી ડિજિટલી ખરીદી શકાય છે. આ એક પ્રકારનું સુરક્ષિત રોકાણ છે.

  • શા માટે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં રોકાણ કરે છે ફાયદો

.   મેચ્યોરિટી પર સોવરેન ગોલ્ડ બોન્ડ ટેકસ ફ્રી હોય છે.

.   કેન્દ્ર સરકાર સમર્થિત હોવાના કારણે ડિફોલ્ટનું જોખમ રહેતું નથી.

.   ફિઝિકલ ગોલ્ડને બદલે ગોલ્ડ બોન્ડને મેનેજ કરવાનું સરળ રહે છે.

.   પ્યોરિટીની ઝંઝટ રહેતી નથી અને કિંમત ૨૪ કેરેટ ગોલ્ડના આધારે નક્કી કરાય છે.

.   એકિઝટનો સરળ વિકલ્પ છે. ગોલ્ડ બોન્ડના અગેન્સ્ટ લોનની સુવિધા મળે છે.

.       મેચ્યોરિટી પિરીયડ ૮ વર્ષનો રહે છે અને ૫ વર્ષ બાદ વેચવાનો વિકલ્પ પણ મળે છે. 

(11:53 am IST)