Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

કોરોના ઇફેકટ

હોઝિયરી, અન્‍ડરગાર્મેન્‍ટની માગમાં ૨૦ ટકાનો વધારો

અન્‍ડરવેરમાં કસ્‍ટમર હવે ફેશન, કમ્‍ફર્ટ ઉપરાંત પ્‍યોરિટી માગે છે : સંક્રમણથી બચવા લોકો એકથી વધુ વાર સ્‍નાન કરતા હોવાથી માગ વધી

નવી દિલ્‍હી,તા.૧૨: કોરોનામાં લોકો સંકમણથી બચવા એકથી વધુ વખત રનાન કરતા હોવાથી અને મુખ્‍યત્ત્વે ઘરમાં જ રહેતા હોવાથી અંડરવેર, બનિયનની, શોર્ટસ, ટી શર્ટ સહિત હોઝિયરી, અન્‍ડરગાર્મેન્‍ટની માગમાં ૨૦ ટકા જેટલો વધારો થયો છે. ગુજરાતના એજન્‍ટ અને ડિસ્‍ટ્રિબ્‍યુટરને મળવા ગાંધીનગર આવેલા લક્‍સ કોઝી ગ્રુપના ચેરમેન અશોક તોદીએ જણાવ્‍યું હતું કે અન્‍ડરવેર હવે કમ્‍ફર્ટની સાથે સાથે ફેશન પણ પણબની રહીછે. ગ્રાહકો જાગૃત થતાં પ્‍યોરિટી પર ભાર મૂક્‍તા થયા છે. આગામી દિવસોમાં પોતાની ૩૦૦થી વધુ પ્રોડક્‍ટ માટેના દેશભરમાં અલાયદા આઉટલેટ કાર્યરત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાનું તેમણે જણાવ્‍યું હતું.

લગભગ સાડા છ દાયકાથી અન્‍ડરવેર બનિયનનું ઉત્‍પાદન કરતા લક્‍સ કોઝી ગ્રુપના અશોક તોદીએ જણાવ્‍યું હતુ કે, વર્ષો પહેલાં પટાવાળા કાપડના અન્‍ડરવેર બનાવવામાં આવતા હતા. સમય બદલાતા લોકોએ કમ્‍ફર્ટ પર ભાર મૂક્‍યો હવે અન્‍ડરવેર અને બનિયન ફેશન બની ગયા છે. સંખ્‍યાબંધ પ્રકારના અન્‍ડરવેર અને બનિયનનુ ઉત્‍પાદન કરવામાં આવી રહ્યું છે. જાગૃતિ આવતા લોકો હવે પ્‍યોર કોટન અને પ્‍યોરિટી ઉપર ભાર મૂકતા થયા છે.

છ મહિનાના બાળકથી માંડીને સો વર્ષના વડીલ માટેનીપ્રોડક્‍ટ તૈયાર કરવામાં આવી રહી છે અને હાલ માત્ર મેન્‍સ નહીં પરતુ લેડીઝવેરનું લાયરના નામે ઉત્‍પાદન કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે તેમની કંપનીનો ટાર્ગેટ ઈકોનોમી યૂથ છે. યુવાનોને ટાર્ગેટ કરીને પ્રોડક્‍ટ પર સતત સુધારા-વધારા કરવામાં આવી રહ્યા છે. યુવાનો સારી અને ફેશનેબલ સ્‍ટાઇલિસ્‍ટ અંડરવેર, બનિયન પહેરતા થાય તે માટે રિસર્ચ સતત ચાલુ રહે છે. કોરોના કાળમાં અંડરવેર બનિયનની માગ વધી છે. થોડો ભાવ વધારો પણ થયો છે. આ ઉપરાંત કોસેનામાં કંપની દ્વરા સપ્‍લાય સતત ચાલુ રહે તેવો પ્રયાસ કરવામાં આવ્‍યો હતો અને પોતાના તમામ કર્મચારીઓને કંપની દ્વાર સ્‍વખર્ચે કોરોનાની વેક્‍સિન અપાવી દેવામાં આવી છે.

ગાંધીનગર સ્‍થિત હોટલમાં તમામ એજન્‍ટ અને ડિસ્‍ટ્રબ્‍યુટરને અશોક તોદીએ પ્રોડક્‍ટ પ્રત્‍યે ઈમાનદાર રહી સખત મહેનત કરવાની સલાહ આપી હતી. લગભગ સાડા છ દાયકા પહેલા કોલકાતાથી શરૂ કરવામાં આવેલી લક્‍સ કોઝી ગ્રૂપ આજે દેશભરમાં પોતાની આગવી ઓળખ ધરાવે છે. દર વર્ષે પ્રોડક્‍ટમાં સુધારો અને ગ્રાહકને કમ્‍ફર્ટ, સ્‍ટાઈલિસ્‍ટ અને પ્‍યોરિટીવાળુ મટિરિયલ મળે તેવો કંપની દ્વારા સતત પ્રયાસ કરવામાં આવે છે.

(11:35 am IST)