Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

દરરોજ એક કપ કોફી પીવાથી ૧૦% સુધી ઘટે છે કોરોના સંક્રમણનો ખતરો

વૈજ્ઞાનિકો અનુસાર કોફીમાં હેલ્‍થને ફાયદો કરનારા પ્‍લાન્‍ટ કેમિકલ્‍સ હોય છે જે ઇમ્‍યૂન સિસ્‍ટમને મજબૂત બનાવે છે. આ મુજબ કોફી સંક્રમણથી બીમારીના ખતરાને ૧૦% સુધી ઘટાડે છે : અભ્‍યાસમાં કેટલીક શાકભાજીને પણ કોરોના વાયરસના સંક્રમણ સામે ફાયદાકારક ગણાવી છે :ચોંકાવનારૂં પરિણામ એ છે કે અભ્‍યાસમાં ફળોને ફાયદાકારક ગણવામાં આવ્‍યા નથી :આ અભ્‍યાસ અમેરિકાના વૈજ્ઞાનિકોએ ૪૦ હજાર બ્રિટિશ લોકો પર કર્યો હતો

વોશિંગટન,તા.૧૨: વૈશ્વિક સ્‍તરે લાખો લોકોનો ભોગ લઇ ચૂકેલી કોરોના મહામારીને લઇને દુનિયાભરના વૈજ્ઞાનિકો સતત સંશોધન કરી રહ્યા છે. આવા જ એક સંશોધન દરમિયાન વૈજ્ઞાનિકોને રોજિંદા જીવનમાં પીવાતી કોફી અને કોરોના વાયરસને લઇને કરેલા સંશોધનમાં મહત્‍વનું પરિણામ મળી આવ્‍યું છે.

આ નવી સ્‍ટડીમાં ખુલાસો થયો છે કે, રોજ એક કપ કોફી પીવાથી કોરોના વાયરસથી સંક્રમણનો ખતરો દ્યટે છે. મહાસત્તા અમેરિકાના વૈજ્ઞાનિકોએ ૪૦,૦૦૦ બ્રિટિશ લોકો પર એનોલિસિ કરીને આ અભ્‍યાસ કર્યો હતો. તેમનું માનવુ છે કે, કોફી વાયરસ સામે સુરક્ષા પ્રદાન કરે છે. આ સ્‍ટડીમાં કેટલીક શાકભાજીઓથી કોરોના સામે થતાં ફાયદાઓ પણ દર્શાવવામાં આવ્‍યા છે.વૈજ્ઞાનિકો અનુસાર કોફીમાં હેલ્‍થને ફાયદો કરનારા પ્‍લાન્‍ટ કેમિકલ્‍સ હોય છે જે ઇમ્‍યૂન સિસ્‍ટમને મજબૂત બનાવે છે. આ મુજબ કોફી સંક્રમણથી બીમારીના ખતરાને ૧૦% સુધી ઘટાડે છે.

જોકે, આ અભ્‍યાસને લઇને હેરાન કરનારી બાબત એ છે કે, અભ્‍યાસમામં ફળોને ફાયદાકારક ગણવામાં આવ્‍યા નથી, આ સિવાય ચાથી પણ કોઇ ફાયદો ન થવાની વાત કરી છે. આ અભ્‍યાસમાં પ્રોસેસ્‍ડ મીટ જેવા કેસ સોસેજ અને બેકન કોરોના સંક્રમણથી થતી બીમારીને વધુ ગંભીર કરનારા દર્શાવવામાં આવ્‍યા છે. આ સ્‍ટડી Nutrients નામની જર્નમાં છાપવામાં આવી છે.

કોરોના મહામારીની શરુઆત ચીનથી વર્ષ ૨૦૧૯ના અંતમાં થઇ હતી. જે પછી ગણતરીના દિવસોમાં જ દુનિયાભરના દેશોને મહામારીએ ઝપેટમાં લઇ લીધા હતા. અત્‍યાર સુધી કોરોના મહામારીથી વિશ્વસ્‍તરે ૧૮ કરોડથી વધુ લોકો એની ઝપેટમાં આવી ચૂક્‍યા છે જયારે ૪૦ લાખથી વધુ લોકો જીવ ગુમાવી બેઠા છે. દુનિયાભરમાં ૧૭ કરોડથી વધુ લોકો કોરોના સંક્રમણ સામે સ્‍વસ્‍થ પણ થયા છે, પરંતુ કેટલાક દેશોમાં સામે આવેલા કોરોના વાયરસના નવા વેરિયંટથી ખતરો ટળ્‍યો નથી.નોંધનીય છે કે, કોરોના મહામારી સામે વિશ્વભરના દેશોમાં કોરોના વેક્‍સિન ડેવલેપ કરી દેવાઇ છે અને રસીકરણની કામગીરી પણ યુદ્ધધોરણે શરુ કરી દેવામાં આવી છે.

(11:33 am IST)