Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૧૪

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

ચરિત્ર

‘‘આત્‍મવાન વ્‍યકિતનું કોઇ ચરિત્ર હોતું નથી''

વ્‍યકિતમાં ઘણીબધી શકયતાઓ છે કોને ખબર છે કાલે તમેશું હશો? તમે પણ ના કહી શકો કે તમે શું હશો કારણ કે તમે હજુ આવતી કાલને અને તે શું લઇને આવશે તે જાણતા નથી તેથી જે લોકો ખરેખર સચેત છે. તેઓ કયારેય વચન નહી આપે કારણ કે કઇ રીતે તમે વચન આપી શકો ? તમે કોઇને એવુ ના કહી શકો, ‘‘હુ આવતીકાલે પણ તને પ્રેમ કરીશ.'' કારણ કે કોઇ જાણે છે?

સાચી જાગૃતતા તમને એવી વીનમ્રતા આવશે કે તમે--કહી શકો, ‘‘હું આવતીકાલ માટે કઇ જ નહી કહી શકુ. આપણે જોશું આવતીકાલ આવવા દે હું આશા રાખુ છું કે હુ તને પ્રેમ કરૂ પરંતુ કઇ ચોકકસ નથી.'' અને આ જ સુંદરતા છે.

જો તમારે ચરીત્ર છે તો તમેખૂબજ સ્‍પષ્‍ટ હશો પરંતુ જયારે તમે સ્‍વતંત્રમાં જીવો છો ત્‍યારે તે તમારા માટે ખૂબજ મૂંઝવણ ભરેલ પરીસ્‍થિતી છે અને બીજા માટે પણ પરંતુ આ મુંઝવણની પણ પોતાની સુંદરતા છે. કારણ કે તે જીવંત છે, નવી શકયતાઓ તેની અંદર ઘડકે છ.ે

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(11:31 am IST)