Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

એક મહિલા કોરોનાના આલ્ફા અને બિટા-એમ બંને વેરિઅન્ટનો શિકાર : સારવાર દરમિયાન મોત

બેલ્જિયમમાં કોરોના વાયરસના બદલાતા વેરિઅન્ટનો આ રીતનો પ્રથમ કેસ: સંશોધકોની ચિંતા વધારો

નવી દિલ્હી : બેલ્જિયમમાં કોરોના વાયરસના બદલાતા વેરિઅન્ટનો આ રીતનો પ્રથમ કેસ સામે આવ્યો છે. અહીં 90 વર્ષની એક વૃદ્ધા કોરોનાના બે અલગ-અલગ વેરિઅન્ટ સંક્રમિત થયા પછી સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું છે . તપાસમાં જાણવા મળ્યું કે વૃદ્ધા કોરોનાના આલ્ફા અને બિટા-એમ બંને વેરિઅન્ટથી સંક્રમિત હતી. આ કેસથી સંશોધકોની ચિંતા વધારો થયો છે.

વૃદ્ધા લાંબા સમયથી ઘરમાં એકલા રહેતા હતા. તેમને કોરોનાની રસી લીધી નહોતી. તબિયત બગડતાં એમણે આલ્સ્ટ શહેરની ઓએલવી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને એ જ દિવસે એમનો કોરોના તપાસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો.

પ્રારંભમાં દર્દી-વૃદ્ધાનું ઓક્સિજન સ્તર યોગ્ય રહ્યું. જોકે એમની તબિયત ઝડપભેર લથડવા માંડી અને ફક્ત પાંચ દિવસોમાં એનું મોત થયું.

તજજ્ઞાોએ એ સ્ત્રીના કોરોના રિપોર્ટ વિષે તપાસ શરૂ કરતાં માહિતી મળી કે વૃદ્ધાના શરીરમાં કોરોનાનો આલ્ફા સ્ટ્રેન પણ હતો, જે સહુથી પહેલાં બ્રિટનમાં જોવા મળ્યો હતો. એટલું જ નહિં, વૃદ્ધાના શરીરમાં બીટા વેરિઅન્ટ પણ હાજર હતો જે સહુથી પહેલાં દક્ષિણ આફ્રિકામાં જોવા મળ્યો હતો. ડોક્ટરો અનુસાર, આ વૃદ્ધા બે અલગ-અલગ લોકો દ્વારા સંક્રમિત થયા હતા.

હોસ્પિટલના મોલેક્યુલર બાયોલોજિસ્ટ અને રિસર્ચ ટીમના વડા ઐની વેંકીરબર્ગને કહ્યું કે જ્યારે મહિલાને ચેપ લાગ્યો હતો ત્યારે બેલ્જિયમમાં બંને વેરિઅન્ટ ફેલાઇ રહ્યા હતા. આથી શંકા એવી ઊભી થઇ છે કે એ મહિલાને બે વિવિધ લોકો પાસેથી અલગ-અલગ વેરિઅન્ટ મળ્યા હોઇ શકે છે. જોકે હજી સુધી એ માહિતી મળી નથી કે એ સંક્રમિત કેવી રીતે થયા?

આ જ વર્ષે જાન્યુઆરીમાં બ્રાઝિલના વૈજ્ઞાનિકોએ પણ જણાવ્યું હતું કે એમના દેશમાં બે લોકો કોરોનાના અલગ-અલગ વેરિઅન્ટથી સંક્રમિત થયા છે. જોકે હજી આ કેસને સમર્થન મળ્યું નથી ના કોઇ જર્નલમાં એ વિષે કશું પ્રકાશિત થયું છે. નિષ્ણાતોનું કહેવું છે કે આ મુદ્દે જાણકારી મેળવવા હજી વધુ સંશોધનની જરૂરત છે.

(12:00 am IST)