Gujarati News

Gujarati News

News of Monday, 12th July 2021

હરલીન દેઓલના અદભુત કેચથી પીએમ મોદી પણ આફરીન થયા : વિડિઓ શેર કરીને લખ્યા ખાસ શબ્દો

નવી દિલ્હી: ઇગ્લેંડ વિરૂદ્ધ ભારતીય ટીમની ક્રિકેટર હરલીન દેઓલએ આશ્વર્યજનક કેચ વડે દરેકનું દિલ જીતી લીધું છે. દુનિયાભરમાં આ ભારતીય ખેલાડીની વાહવાહી થઇ રહી છે અને આ સિલસિલો રોકાવાનું નામ લઇ રહ્યો નથી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ  પણ આ ખેલાડીની પ્રશંસા કરી છે

પીએમ મોદીએ પોતાના સત્તાવાર ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પરથી હરલીન દેઓલનો વીડિયો શેર કર્યો છે. આ હરલીનના કેચનો વીડિયો છે જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. પીએમએ હરલીનને ટેગ કરીને આ વીડિયો પોતાની ઇંસ્ટા સ્ટોરી પર શેર કર્યો અને લખ્યું, 'Phenomenal, well done'.

 અત્રે ઉલ્લેખનીય છે કે ખુબ વાયરલ થઇ રહેલા વિડીઓમાં હરલીને કેચ પકડવા માટે પોતાની એથલેટિક્સ સ્કિલનો પરિચય આવતાં હવામાં છલાંગ લગાવી દીધી. તેમણે બોલને લપકી લીધો અને જ્યારે ખબર પડી કે સંતુલન બગડી રહ્યું છે તો તેમણે બોલને બાઉન્ડ્રીની અંદર ઉછાળી દેધો અને પોતે બાઉન્ડ્રીની બહાર જતી રહી. પરંતુ તેમછતાં હરલીનએ બાઉન્ડ્રીની અંદર ડાઇવ લગાવીને બોલને કેચ કરી લીધો.

(9:42 am IST)