Gujarati News

Gujarati News

News of Monday, 12th February 2018

મધ્યપ્રદેશમાં હવામાનમાં અચાનક પલટો :ભોપલમાં ભરબપોરે બરફના કરા પડ્યા : રસ્તાઓમાં બરફની ચાદર છવાઈ : ચક્રવાતી પવન સાથે હળવો વરસાદ

ભોપાલ : મધ્યપ્રદેશમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો હતો રવિવારે બપોરે ભારે પવન ફુંકાવવાની સાથે બરફના કરા પડ્યા હતા બપોર સુધી ધૂપ છાંવનું વાતાવરણ રહ્યાં બાદ અચાનક વાતાવરણ બદલાયું હતું અને જોરદાર પવન ફુંકાવો શરુ થયો હતો હળવા વરસાદ સાથે બરફના ગાંગડા પડ્યા હતા જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી 15 થી 20 મિનિટ સુધીની બરફવર્ષાથી ભોપાલમાં રસ્તાઓમાં બરફની ચાદર છવાઈ હતી.

ભોપાલની સાથે સિહોર બૈતુલ,છીંદવાડા ,અને સતના જિલ્લામાં પણ ચક્રવાતી પવનની સાથે બરફના કરા પડ્યા હતા કેટલાય ઘરોના કાચના બારી બારણા તૂટી ગયા હતા.

(9:08 am IST)