Gujarati News

Gujarati News

News of Friday, 12th January 2018

કેજરીવાલના મોદી સરકાર પર પ્રહારો

નોટબંધી, GST હવે FDI: નાના વેપારીઓને મરવા જેવું

નવી દિલ્હી તા. ૧૨ : મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે શુક્રવારે મોદી સરકાર પર શાબ્દિક ­હારો કર્યા હતા. તેઓએ સિંગલ બ્રાંડ રિટેઈલમાં ૧૦૦ ટકા FDIના ફેંસલાનો વિરોધ કર્યો હતો. કેજરીવાલે કહ્નાં કે, ‘છેલ્લાં એક વર્ષમાં વેપારીઓને ત્રણ વખત માર પડ્યો છે જેમાં એક નોટબંધી, બીજું GST અને હવે FDIનો સમાવેશ થયો છે.અહીં જાણ કરવાની કે હાલમાં જ કેન્દ્ર સરકારે સિંગલ બ્રાંડ રીટેલ, કન્સ્ટ્રકશન સેકટરમાં ઓટોમેટિક રૂટથી ૧૦૦ની સાથે એર ઈન્ડિયામાં ૪૯„ FDIને મંજૂરી આપી છે. કેજરીવાલે ટ્વિટમાં કહ્નાં કે, ‘એક વર્ષમાં વેપારીઓને સરકાર તરફથી ત્રણ વખત માર સહન કરવો પડ્યો છે. જેમાં પહેલાં નોટબંધી, પછી GST અને હવે FDI. નાના અને મધ્યમ કદના વેપારીઓ માટે મરવા જેવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે.

 

 પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા યશવંત સિન્હાએ મધ્ય­દેશના નરસિંહપુરમાં એકવખત ફરી મોદી સરકારની નીતિઓ પર નિશાન સાધ્યું છે.તેઓએ કહ્નાં કે, ‘ભાજપે જે ઘોષણા પત્ર તૈયાર કર્યું હતું, તે મુજબ મોદી સરકાર કામ નથી કરી રહી.યશવંત સિન્હાએ વધુમાં કહ્નાં કે, ‘તેઓ પોતાને દોષી માને છે કે મોદી સરકાર ચૂંટણી ઢંઢેરા મુજબ ખેડૂતોને લાભ નથી આપી રહી. તો FDIથી દેશને કોઈ જ ફાયદો નથી થવાનો.તો ગોવિંદાચાર્યએ કહ્નાં કે આ નીતિઓને લાગુ કરવાનું કારણ આર્થિક સુધાર છે, પરંતુ તેના પરિણામો ગંભીર હોય શકે છે.(૨૧.૨૩)

(2:07 pm IST)