Gujarati News

Gujarati News

News of Wednesday, 11th November 2020

અયોધ્યામાં દિપોત્સવે રામ જન્મથી રાજયાભિષેક સુધીની ૧૧ ઝાંખી નિકળશેઃ દરેકમાં સામાજીક સંદેશ અપાશે

યોગી સરકાર દ્વારા તડામાર તૈયારીઃ મુસ્લીમ કારીગરો સજાવી રહ્યા છે રથોમાં રામ ચરિત્ર

અયોધ્યા તા. ૧૧ : રામમંદિરના નિર્ણય બાદ અયોધ્યામાં પ્રથમ દિવાળીએ રાજય સરકાર તેને ઐતિહાસીક બતાવવામાં લાગી ગઇ છે દીપોત્સવમાં નાની દિવાળીએ સાકેત મહા વિદ્યાલયથી શ્રીરામ રાજયાભિષેક યાત્રા પણ નિકળશે. આ યાત્રા રામકથા પાર્ક સુધી જશે. આ માટે ૧૧ રથ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં રામજન્મથી લઇને રાજયાભિષેક સુધીની ઝાંખી તૈયાર કરાઇ છે. સૌથી ખાસ વાત એ છે કે આ ઝાંખીઓની સજાવટમાં ૮ મુસલમાન કારીગરો પણ સામેલ છે જેમણે રામ ગાથાને ચિત્રો દ્વારા દર્શાવવામાં રાત-દિવસ એક કર્યા છે.

મુસલમાન કારીગરોએ આ ઝાંખીઓ સજાવવામાં પુરી તન્મયતાથી કામ કરી સદ્દભાવનો ઉમદા સંદેશ આપ્યો છે રથ બનાવવાના કોન્ટ્રાકટર પ્રદીપે જણાવેલ કે લગભગ ર૦ કારીગર ઝાંખી સજાવટમાં છે. બધી ઝાંખીઓને ટ્ર ક ઉપર બનાવાઇ રહી છે તેના નિર્માણમાં સનમાઇકા, પ્લાયવુડ, લાકડુ, કપડા, રંગ, પીઓપી અને થર્મોકોલનો ઉપયોગ કરાઇ રહ્યો છે. બધા રથો ઉપર રામજન્મથી લઇને રાજયાભિષેક સુધીના દ્રશ્યો હશે. ઝાંખી દ્વારા આખી રામાયણ જોવા મળશે શોભાયાત્રામાં સૌથી પહેલ રથ પુત્રેષ્ઠી યજ્ઞનો હશે, જેમાં રાજા દશરથ યજ્ઞ કરતા દેખાશે. શોભાયાત્રામાં એક રથ ઉપર ભગવાન રામ અને રાવણના યુદ્ધની ઝાંખી દર્શાવાશે. બધા રથોમાં સૌથી મનોહર રથ રામ દરબારનો હશે. રથોમાં રામ ચરિત્ર તૈયાર કરવામાં મુસ્લીમ કારીગરોની અહ્મ ભૂમિકા છે. ઝાંખી તૈયાર કરનાર કારીગરોએ જણાવેલ કે, દીવાળીમાં ફકત અયોધ્યાની સુરત નથી બદલી રહી પણ અમને રોજગારી પણ આપી છે. યોગી સરકારનો આ ચોથો દીપોત્સવ છે. આ વખતે તે ખુબજ ખાસ હોવાની સાથે કોરોનાની ગાઇડ લાઇનનું પણ ધ્યાન રખાઇ રહ્યું છે આ વખતની ૧૧ ઝાંખીઓમાં સામાજીક સંદેશ પણ અપાશે. જેમાં રામ-લક્ષ્મણની ગુરૂકુળ શિક્ષાની ઝાંખી દ્વારા બાળકોને શિક્ષાનો અધીકારનો સંદેશ અપાશે.

(11:13 am IST)