Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

કંગના ઇચ્છે છે કે થયેલ નુકશાનનું વળતર બીએમસી આપેઃ અઠાવલે

કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેની કંગના સાથે મુલાકાત

મુંબઇ તા. ૧૧ :.. શિવસેના અને કંગના રનૌત વચ્ચે ચાલી રહેલ તનાતની દરમિયાન કેન્દ્રીય મંત્રી અઠાવલે એ કંગના સાથે મુલાકાત કરી હતી. રામદાસ અઠાવલેએ જણાવેલ કે કંગના ઇચ્છે છે કે તોડફોડથી જે નુકશાન થયુ છે તેના માટે બીએમસી વળતર આપે.

તેમણે વધુમાં જણાવેલ કે, મે અભિનેત્રી કંગના રનૌત સાથે એક કલાક વાતચીત કરેલ. મે તેમને જણાવેલ કે તમારે મુંબઇમાં ડરવાની જરૂર નથી. મુંબઇ ભાજપ-કોંગ્રેસ- શીવસેના અને તમામ ધર્મ, જાતિ અને ભાષાઓના લોકોનું છે. અહીં બધાને રહેવાનો અધિકાર છે.

રામદાસ અઠાવલેએ જણાવેલ કે કંગનાએ કહેલ કે મે જાન્યુઆરીમાં ઓફીસ બનાવી હતી. બે-ત્રણ ઇંચ બિલ્ડરે વધુ બનાવી હશે જેની મને માહિતી નથી. ફકત તે વધારાનું જ તોડવું જોઇએ. તેમણે ફર્નીચર, દીવાલ બધુ તોડી નાખતા મારૂ ભારે નુકશાન થયુ છે અને મને મુંબઇ મહાનગરપાલીકા પાસેથી વળતર મળવું જોઇએ.

કેન્દ્રીય મંત્રીએ અંતમાં જણાવેલ કે કંગના રાજકારણમાં રસ નથી દાખવતી પણ સમાજમાં એકતા કાયમ કરવામાં રસ ધરાવે છે. તેઓ આગામી ફિલ્મમાં એક દલીતની ભૂમિકા નિભાવી રહી છે. કંગના જો ભાજપ કે આરપીઆઇમાં સામેલ થાય તો અમે તેમનું સ્વાગત કરીશું. તેમણે બીએમસીએ નોટીસ આપી ૩-૪ દિવસ અને કોર્ટ જવાનો સમય આપવાની જરૂર હોવાનું પણ જણાવેલ.

(11:48 am IST)