Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

અમેરિકામાં 30 વર્ષથી સ્થાયી આણંદના અશ્વિન પટેલની લૂંટના ઇરાદે હત્યા

અમેરિકાના બ્લેકવિલમાં સ્ટોર ધરાવતાં વિદ્યાનગરના રહીશ પર ગોળીબાર કરીને હત્યા કરીને લૂંટ

આણંદ :અમેરિકામાં ગુજરાતી (NRG) ઓની હત્યાનો સિલસિલો યથાવત છે.વધુ એક ગુજરાતીની અમેરિકામાં લૂંટના ઈરાદાથી હત્યા કરાઈ છે , મૃતક આણંદના વિદ્યાનગરના રહીશ છે. અમેરિકાના સાઉથ કારોલીનાના બ્લોકવિલમાં આ ઘટના બની હતી. અમેરિકાના બ્લેકવિલમાં સ્ટોર ધરાવતાં વિદ્યાનગરના રહીશ પર ગોળીબાર કરીને હત્યા કરીને લૂંટ ચલાવીને ભાગી ગયાં હતાં. જે બનાવ અંગે સ્થાનિક પોલીસ મથકે ફરિયાદ નોધાઈ છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત 8 મી સપ્ટેમ્બરે અશ્વિન પટેલ નામના ગુજરાતીની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. અશ્વિન પટેલ છેલ્લા 30 વર્ષથી અમેરિકાના સાઉથ કારોલીનાના બ્લેકવિલમાં સ્થાઈ થયા હતા. તેમનો પરિવાર પણ ત્યા જ રહે છે. તેઓ આ જ વિસ્તારમાં પોતાનો કન્વીનિયન સ્ટોર ધરાવતા હતા. ત્યારે 8 સપ્ટેમ્બરના રોજ ગ્રાહકના સ્વાંગમાં કેટલાક અશ્વેત લૂંટારુંઓ તેમની દુકાનમાં ઘૂસી આવ્યા હતા. જેઓએ લૂંટના ઇરાદે તેમની હત્યા કરી હતી. અશ્વિનભાઈ મૂળ વિદ્યાનગરના નર્મદાવાસમાં રહેતા હતા.

(9:38 am IST)
  • ગોંડલના કોલીથડ ગામ પાસે હડમતાળા એક જ દિવસમાં 6 પોઝિટિવ કેસ નોંધાતા ગામ સ્વયંભૂ બંધ: હડમતાળા ગામના સરપંચે કહ્યું 2000ની વસ્તી ધરાવતા ગામમાં એક જ દિવસમાં છ કેસ નોંધાતા ગામમાં આગામી તા, 15 સુધી તમામ દુકાનો બંધ રહેશે access_time 9:58 pm IST

  • વૈશ્વિક આર્થિક સ્વતંત્રતાનાં રેન્કિંગમાં ભારત ૨૦૧૮માં ૭૯મા સ્થાન પરથી ૧૦૫મા સ્થાન પર સરક્યું : ૧૬૨ દેશોનાં રેન્કિગમાં આર્થિક સ્વતંત્રતાનાં મામલે ભારતનો ક્રમ ૧૦૫મો: કોરોના પહેલાંનાં રેન્કિંગમાં સ્થિતિ આટલી કથળી છે તો જ્યારે કોરોનાની અસર બે વર્ષ પછી જોવા મળશે ત્યારે હાલત કેવી હશે તે કલ્પી..શકાય છે access_time 1:00 am IST

  • નર્મદાઃ કેવડિયા કોલોની સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે વિંધાચલ અને સાતપુડા પર્વત વચ્ચે રોપ વે બનશે: રોપ વે થી સ્ટેચ્યૂ ઓફ યુનિટી અને નર્મદા ડેમ નિહાળી શકાશે,: રોપ વે પ્રોજેકટ પર અંદાજીત રૂપિયા 60 કરોડ ખર્ચાશે access_time 9:44 am IST