Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

મહારાષ્ટ્રમાં IT વિભાગનો સપાટો : બિઝનેસમેનના ફાર્મ હાઉસમાંથી 390 કરોડની સંપત્તિ જપ્ત

58 કરોડ માત્ર રોકડા, સોનું અને હીરા મોતી પણ મળ્યા : 260 અધિકારી અને 120 ગાડી રેડમાં વપરાઈ

મુંબઈ તા.12 : કેન્દ્રીય તપાસ એજન્સી ઈડી પછી હવે ઈન્કમ ટેક્સ વિભાગ પણ એક્શનમાં છે. બંગાળ પછી મહારાષ્ટ્રમાં ઈન્કમ ટેક્સ વિભાગની રેડમાં મોટા પ્રમાણમાં કેશ મળી છે. મહારાષ્ટ્રના જાલનામાં ઈન્કમ ટેક્સ વિભાગે સ્ટીલ, કપડાના વેપારી અને રિયલ એસ્ટેટ ડેવલોપર પર રેડ કરી છે. તેમાં મોટા પ્રમાણમાં બેનામી સંપત્તિ વિભાગને મળી છે. લગભગ 390 કરોડની બેનામી સંપત્તિ ઈન્કમ ટેક્સ વિભાગે જપ્ત કરી છે. તેમાં 58 કરોડ રૂપિયા કેશ, 32 કિલો સોનુ, ડામન્ડ અને ઘણી પ્રોપર્ટીઓના પેપર મળ્યા છે.આવકવેરા વિભાગની ટીમને રોકડ ગણવા માટે આશરે 13 કલાકનો સમય લાગ્યો હતો. રોકડની ગણતરી કરતી વખતે કેટલાક કર્મચારીની તબિયત પણ બગડી ગઈ હતી.

રેડમાં આટલી મોટી સંખ્યામાં કેશ મળી આવતા કર્મચારીઓને નોટ ગણતાં ગણતાં જ 13 કલાક લાગી ગયા અને 1થી 8 ઓગસ્ટ સુધી આ કાર્યવાહી કરવામાં આવી છે. કુલ 260 અધિકારીઓ આ રેડમાં સામેલ હતા અને 120થી વધારે ગાડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે આયકર વિભાગને સૂચના મળી હતી કે સ્ટીલ કંપનીમાં કઈક અનિયમિતતાઑ ચાલી રહી છે જે બાદ આ એક્શન લેવામાં આવ્યા હતા. પહેલા ઘર અને ઓફિસમાં રેડ કરવામાં આવી પણ ત્યાંથી કશું ન મળ્યું, શહેરની બહાર જ્યારે ફાર્મ હાઉસની તપાસ થઈ તો જાણે ખજાનો જ નીકળ્યો હોય તેમ 390 કરોડ રૂપિયાની સંપત્તિ મળી આવી.

(12:40 am IST)