Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

નોઈડાના શ્રીકાંત ત્યાગીને જામીન આપવા કોર્ટનો ઈનકાર

મહિલા સાથે ગેરવર્તન મામલે ભાજપ નેતાને રાહત નહીંઃ આ મામલાની સુનાવણી ૧૬ ઓગસ્ટે, વિવાદ બાદ ત્યાગી સામે ચાર અલગ અલગ જગ્યાએ એફઆઈઆર

નવી દિલ્હી, તા.૧૧: નોએડાની પોશ સોસાયટીમાં મહિલા સાથે ગાળાગાળી કરનારા ભાજપના નેતા શ્રીકાંત ત્યાગીને કોર્ટે પણ ઝાટકો આપ્યો છે.

મેરઠથી પકડાયેલા શ્રીકાંત ત્યાગીને કોર્ટે જામીન આપવાનો ઈનકાર કરી દીધો છે. ત્યાગીની ૬ ઓગસ્ટે ધરપકડ કરવામાં આવી હતી.

નોએડાની કોર્ટે તેને ૧૪ દિવસની જયુડિશિલ કસ્ટડીમાં મોકલ્યો હતો.

હવે આ મામલાની સુનાવણી ૧૬ ઓગસ્ટે થવાની છે. તાજેતરના વિવાદ બાદ ત્યાગી સામે ચાર અલગ અલગ જગ્યાએ એફઆઈઆર નોંધવામાં આવી છે.

પોલીસે તો તેને પકડવા માટે  ૨૫૦૦૦ રુપિયાનુ ઈનામ પણ જાહેર કર્યુ હતુ. તે પોલીસથી બચવા માટે એક શહેરથી બીજા શહેરમાં ભાગી રહ્યો હતો. આખરે તે મેરઠમાં પકડાઈ ગયો હતો.

જેલમાં તેને હાઈસિક્યુરિટી બેરેકમાં રખાયો છે. જ્યાં તે પહેલા દિવસે ખાવાનુ પણ નહોતો ખાઈ શકયો અને જમીન પર સુતા સુતા રાત પસાર કરી હતી. ત્યાગીના ગેરકાયદે મકાન પર સરકાર બુલડોઝર પણ ફેરવી ચુકી છે.

 

(10:01 pm IST)