Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

આલેલે...‘‘૦'' બ્‍લડ ગ્રુપવાળા લોકો તરફ વધારે આકર્ષાય છે મચ્‍છરો

અમુક પ્રકારના મચ્‍છરોજ કરડે છે, બધા નહી : મચ્‍છરોની ૩૫૦૦ વધારે પ્રજાતિઓ છે

નવી દિલ્‍હીઃ વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે અન્‍ય લોકોની તુલનામાં કોઇ એક વ્‍યકિત તરફ મચ્‍છર વધુે આકર્ષાતા હોય  તેની પાછળ ઘણા કારણો છે. ન્‍યુ મેકસીકો સ્‍ટેટ યુનિવર્સીટીમાં જાહેર આરોગ્‍યના પ્રોફેસર ડો. જગદીશ ખૂબચંદાણી અનુસાર જો ઘરમાં ૭ વ્‍યકિતઓ હોયતો કોઇ એક વ્‍યકિતને જ મચ્‍છરો સૌથી વધારે કરડે છે. આના લીધે તેને મેલેરીયા, ડેંગ્‍યુ, ચીકનગુનીયા વગેરે રોગ થવાની શકયતા વધારે રહે છે.

૧૯૬૮માં એક અભ્‍યાસમાં જાણવા મળ્‍યુ કે પીળા તાવ માટે જવાબદાર મચ્‍છર લેકટીક એસીડથી સૌથી વધારે આકર્ષાય છે.  તેને મચ્‍છરો માટેનો માનવ ગંધક કહેવામાં આવે છે. કસરત કરતી વખતે લેકટીક એસીડ વધારે બને છે એટલે કસરત પછી સાબુથી સારી રીતે સ્‍નાન કરવુ જોઇએ. તુલસી, લવેન્‍ડર, મેરીગોલ્‍ડ જેવા સુગંધિત છોડોની સુગંધથી મચ્‍છરો દૂર રહે છે.

એકથી વધારે અભ્‍યાસોમાં જાણવા મળ્‍યુ છે કે મચ્‍છરોને આકર્ષિત કરવામાં અથવા દૂર રાખવામાં વ્‍યકિતનું બ્‍લડગ્રુપ પણ જવાબદાર છે. ‘‘એ'' બ્‍લડગ્રુપ મચ્‍છરોને ઓછું આકર્ષક લાગે છે જયારે ‘‘ઓ'' બ્‍લડ ગ્રુપવાળા લોકો તરફ મચ્‍છરો ‘‘એ''બ્‍લડગ્રુપની સરખામણીમાં બમણા આકર્ષાય છે. જો કે ‘‘ઓ'' બ્‍લડગ્રુપ વાળા લોકો માટે રાહતની વાત એ છે કે તેઓ ગંભીર મેલેરીયાની ઝપટમાં નથી આવતા.

ડો. જગદિશે કહ્યું કે મચ્‍છરોની લગભગ ૩૫૦૦ પ્રજાતિઓ  છે. તેમાંથી થોડીક જ પ્રજાતીઓ કરડે છે. માદા મચ્‍છર જ કરડતી હોય છે કેમકે તેને પોતાના ઇંડા માટે પ્રોટીનનાસ્ત્રોત તરીકે લોહીની જરૂર હોય છે.

વિભીન્ન અભ્‍યાસોમાં શરીરની ગંધ, રંગ, ચામડીનું તાપમાન અને બનાવટ, ત્‍વચા પર રહેતા વાયરસ, ગર્ભાવસ્‍થાની સ્‍થિતી, દારૂ અને ખોરાકના પ્રકારની ચર્ચા કરાઇ છે. અભ્‍યાસમાં જણાવ્‍યું છે કે ગર્ભવતી મહિલાઓ, શરીરનું વધારે તાપમાન અને પરસેવા વાળા તથા ડાર્ક કલરના લોકો મચ્‍છરો માટે વધુ સંવેદનશીલ હોય શકે છે.

(4:11 pm IST)