Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

ઇરાને નાઈજીરીયા સાથેના સંબંધો સુધારવા જોઈએઃ મૌલાના રાજાણી

લખનૌ, તા.૧૧: વિશ્વભરમાં આશુરા દિવસની ઉજવણી ખૂબજ ભક્‍તિ અને આદર સાથે કરવામાં આવી હતી, ત્‍યારે બરેલી ઉપરાંત ગુજરાતના દરિયાકાંઠાના શહેર જામનગરથી તાજીયાના વીજ વાયરથી બે લોકો શહીદ થયા અને ૧૦ લોકો ઘાયલ થયાના સમાચાર છે. અને સૌથી મોટી અને દુખદ દુર્ઘટના આફ્રિકાની ધરતી નાઈજીરીયામાં બની અને કરબલાની જમીનની જેમ અફરીકાની જમીન લોહી લુહાણ થઇ ગઈ અને આખી દુનિયાને રડાવી દીધી.  મંગળવારે આશુરાના જુલૂસમાં નાઈજીરિયાની સેનાએ દસથી વધુ લોકોને એવી રીતના ગોળીયોનો વરસાદ કર્યો કે મળતદેહો પણ ઓળખી શકાય તેમ નહોતા જેમાં દાસ થી ઉપરાંત લોકો શહિદ થયા અને સેંકડો ઘાયલ થયા હતા.જે માટે મોલીના હસન અલી રાજાણી કહ્યું કે ઈરાને નાઈજીરિયા સાથેના સંબંધો સુધારવા જોઈએ જેથી ત્‍યાં રહેતા શિયા આસ્‍થાવાનો સુરક્ષિત રહે.

મૌલાના રાજાણીએ  કહ્યુંકે ઈરાન અને નાઈજીરીયા વચ્‍ચેના અણગમતા સંબંધોના કારણે સામાન્‍ય મુસલમાનોની કત્‍લેઆમ થાય છે.આથી મૌલાના હસન અલી રાજાણીએ ઈરાન અને નાઈજીરીયાની સરકારની આકરી નિંદા કરતા કહ્યું કે દુનિયાના અન્‍ય કોઈ દેશને આંતરિક બાબતોમાં દખલ કરવાનો કોઈ અધિકાર નથી, તો પછી શા માટે ઈરાન નાઈજીરીયા પર આક્રમણ કરીને પર્યાવરણનો નાશ કરી રહ્યું છે?

(3:46 pm IST)