Gujarati News

Gujarati News

News of Thursday, 11th August 2022

પ્રયાગરાજ જંકશન બનશે ફાઇવ સ્‍ટારઃ પાર્કિગ, ફૂડ કોર્ટ, હેલ્‍પ ડેસ્‍ક સહિતની સુવિધાઓ

યુપી સરકારે ર૦રપના કુંભ મેળાને લઇને તૈયારીઓ શરૂ કરી

પ્રયાગરાજ : યુપીના પ્રયાગરાજમાં ર૦રપ માં યોજાનાર મહાકુંભને ભવ્‍ય બનાવવા માટે રાજય સરકારે તૈયારીઓ આરંભી છે. જે હેઠળ પ્રયાગરાજ જંકશનને ફાઇવ સ્‍ટાર હોટલના રૂપમાં પુનર્વિકાસ કરવા માટે ૮પ૯ કરોડ રૂપિયા ખર્ચ કરાશે. જે કાર્ય ૪૮ માસમાં પુરૂ કરાશે.  આ કામ માટે પાંચ કંપનીઓએ રસ દાખવ્‍યો છે. જેમાંથી જ કોઇ એક કંપનીને કામ અપાશે. સ્‍ટેશન ઉપર યાત્રીઓને એરપોર્ટ જેવી સુવિધાઓ મળશે. જે હેઠળ મલ્‍ટીસ્‍ટોરી બિલ્‍ડીંગમાં પાર્કિંગ, ફૂડ કોર્ટ અને યાત્રીઓ માટે સ્‍કાયવોક, એસ્‍કેલેટર અને લીફટ પણ લગાડવામાં આવશે. જંકશનના મુખ્‍ય દ્વાર ઉપર લોબી અને બેગેજ સ્‍કેનર સાથે સુરક્ષા માટે હેલ્‍થ ડેસ્‍ક પણ ઉપલબ્‍ધ બનશે.

(3:39 pm IST)