Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

:શું શરદ પાવર બની શકે છે વિરોધપક્ષના રાષ્ટ્રપતિપદના ઉમેદવાર ?

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીના અનુસંધાનમાં મમતા દીદી મેદાને :15 જૂને કોંગ્રેસપક્ષના વડા સોનિયા ગાંધી -આપના અરવિંદ કેજરીવાલ , એનસીપીના શરદ પવાર સહીત દરેક મુખ્યપક્ષના વડાઓને આમંત્રણ

નવી દિલ્હી ;  દેશમાં નવા રાષ્ટ્રપતિની પસંદગીને લઈને પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગયા દિવસોમાં કેન્દ્રીય ચૂંટણી પંચે રાષ્ટ્રપતિની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો. હવે રાજકીય પક્ષોએ પણ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેમાં ટીએમસી ચીફ મમતા બેનર્જી સૌથી આગળ નિકળતા જોવા મળી રહ્યા છે. આ સમયે મમતા બેનર્જી રાષ્ટ્રપતિની ચૂંટણી માટે એનડીએ સામે નેતૃત્વ કરવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. મમતા બેનર્જી વિપક્ષી પક્ષને તાકાત બતાવવા માટે ‘મહામુલાકાત’ની જાહેરાત કરી છે. આ માટે તેમણે પૂર્વ વડાપ્રધાન અને 8 મુખ્યમંત્રીઓ સહિત 22 દિગ્ગજોને કોલ મોકલ્યા છે.

રાષ્ટ્રપતિની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપના નેતૃત્વ હેઠળના એનડીએ ગઠબંધન સામે એકતા બતાવા માટે ટીએમસીના વડા મમતા બેનર્જીએ પણ આ દિવસ નક્કી કર્યો છે. જે હેઠળ મમતા બેનર્જીએ આ મહામુલાકાતની તારીખ 15 જૂન નક્કી કરી છે. તેણે તેના પત્રમાં, રાષ્ટ્રપતિ ચૂંટણી માટે ભૂતપૂર્વ વડાપ્રધાનો, આઠ રાજ્યોના મુખ્યમંત્રીઓ સહિત 22 રાજનેતાઓને 15 જૂને બપોરે 3 વાગ્યે નવી દિલ્હી કોન્સ્ટિટ્યુશન ક્લબમાં યોજાનારી સંયુક્ત બેઠકમાં સામેલ થવા આમંત્રણ આપ્યું છે.

(11:51 pm IST)