Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

મહારાષ્ટ્રમાં કોરોનાની ઝડપ યથાવત:છેલ્લા 24 કલાકમાં નવા 2701 કેસ: એકલા મુંબઈમાં 1327 કેસ: એકનું મોત

રાજ્યમાં 1,327 લોકો પણ કોરોનામાંથી સાજા :કોરોના મૃત્યુદર 1.87 ટકા

મહારાષ્ટ્રમાં કોરોનાની રફતાર યથાવત રહી છે. શનિવારે પણ રાજ્યમાં 2,701 નવા કોરોના કેસ  નોંધાયા છે. મોટાભાગના કેસો મુંબઈમાં નોંધાયા છે. એકલા મુંબઈમાં જ 1,765 દર્દીઓ મળી આવ્યા છે. આ ઉપરાંત રાજ્યમાં 1,327 લોકો પણ કોરોનામાંથી સાજા થઈને ઘરે ગયા છે. હાલમાં રાજ્યમાં કોરોના મૃત્યુદર 1.87 ટકા છે. મહારાષ્ટ્રમાં જૂનની શરૂઆતથી કોરોનાએ જોર પકડ્યું છે. જો કે શુક્રવાર કરતાં રાજ્યમાં કોરોનાના કેસ ઓછા છે, તેમ છતાં ગતિ જળવાઈ રહી છે. શુક્રવારે કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો. મહારાષ્ટ્રમાં 3,081 નવા કેસ નોંધાયા હતા. મુંબઈમાં પણ 1,965 કેસ નોંધાયા હતા. રાજ્યમાં 1,323 લોકો કોરોનાથી સાજા થયા હતા. એટલે કે શનિવારે કોરોનાથી સાજા થનારા લોકોની સંખ્યા થોડી વધુ છે.

સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ શનિવારે એક વ્યક્તિનું કોરોનાથી મોત થયું છે. આ મોત પણ રાજધાની મુંબઈમાં થયું છે. હાલ રાજ્યમાં રિકવરી રેટ 97.96 ટકા છે.

(9:00 pm IST)