Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

નવી મુંબઈના નેરુલમાં પાંચ માળની ઈમારત ધરાશાયી: 12 લોકો ફસાયાની આશંકા : 4 લોકોને બચાવી લેવાયા

જીમી પાર્ક નામની આ ઈમારતનો આખો ભાગ ધરાશાયી થઈ ગયો : રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી: બચાવ કાર્ય ચાલુ

નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં પાંચ માળની ઈમારત ધરાશાયી થઈ હોવાના અહેવાલ છે. જીમી પાર્ક નામની આ ઈમારતનો આખો ભાગ ધરાશાયી થઈ ગયો છે. ઘટનાસ્થળેથી 4 લોકોને બચાવી લેવાયા છે. બિલ્ડિંગમાં 12 લોકો ફસાયા હોવાની આશંકા છે. મળતી માહિતી મુજબ રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને બચાવ કાર્ય ચલાવી રહી છે.

(7:46 pm IST)