Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

ગુજરાતીઓ દેશ બહાર પણ સુરષિત નથી ! : અમેરીકાનાં ન્‍યુજર્સીમાં ફરી એક ગુજરાતી લૂટાયો

અમુક બુકાનીધારીઓએ ગુજરાતી વેપારીની સોનાની દુકાનમાં ઘસી આવી બંદુકની અણિએ લૂટ ચલાવી : પોલીસે સીસીટીવી કબજે કરી આરોપીઓની શોધખોળ આરંભી

નવી દિલ્‍લી તા.૧૧ : વિદેશમાં આરામથી રહેતા ગુજરાતીઓને અવારનવાર નિશાનો બનાવી તેમની પાસેથી લૂટ ચલાવવામાં આવે છે. અમેરીકાનાં ન્‍યુજર્સીમાં રહેતા અને ઓક ટ્રી રોડ પર વિરાણી જ્‍વેલર્સ નામની જ્‍વેલરીની દુકાન ચલાવતો ગુજરાતી લૂટાયો હતો. અમુક બુકાનીધારીઓ બંદુક સાથે દુકાનમાં ઘસી આવ્‍યા હતા. અને બંદુકની અણીએ સોનાની લૂટ ચલાવી હતી. જેની જાણ થતા જ સ્‍થાનીક પોલીસ કાફલો ઘટનાસ્‍થળે પહોંચ્‍યો હતો અને સીસીટીવીનાં આધારે આરોપીઓની શોધખોળ આરંભી હતી.

નચિકેત મહેતા/ખેડા :વિદેશમાં ચોર-લૂંટારુઓના ટાર્ગેટ પર સૌથી વધુ ગુજરાતીઓ હોય છે. સુખી-સંપન્ન ગુજરાતીઓ લૂંટારુઓના ટાર્ગેટ પર વારંવાર ચઢતા હોય છે. ત્યારે અમેરિકાના ન્યુજર્સીમાં એક ગુજરાતી વેપારી લૂંટાયાની ઘટના બની છે. ઓક ટ્રી રોડ પર ગુજરાતી વેપારીના જ્વેલરી શો રૂમમાં અનેક ઢગલાબંધ બુકાનીધારીઓ ઘૂસી આવ્યા હતા. લૂંટારુઓના આતંકના સીસીસીવી પણ સામે આવ્યા છે.  અમેરિકાના ઓક ટ્રી રોડ પર આવેલા જ્વેલરી શો રૂમમાં આ ઘટના બની હતી. આ રોડ પર વિરાણી જ્વેલર્સ આવેલુ છે. જે એક ગુજરાતી પરિવાર દ્વારા સંચાલિત છે. તાજેતરમાં વિરાણી જ્વેલર્સમાં બંદૂક લઈને કેટલાક બુકાનીધારીઓ આવી ચઢ્યા હતા. જેઓએ સોનાની વસ્તુઓની લૂંટ ચલાવીને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ બુકાનીધારીઓએ ગણતરીની મિનિટોમાં દુકાનમા આતંક મચાવ્યો હતો. બંદૂક બતાવીને દુકાનના કર્મચારીઓને ડરાવ્યા હતા અને બંદી બનાવ્યા હતા. ત્યાર બાદ સોનાની વસ્તુઓ લઈને ફરાર થઈ ગયા હતા. અમેરિકામાં થોડા કલાકો પહેલા જ આ લૂંટની ઘટના બની છે. જેના બાદ અમેરિકન પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તેથી પોલીસે આ પુરાવાને આધારે લૂંટારુઓને શોધવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. ઉલ્લેખનીય છે કે, વિદેશી ધરતી પર વારંવાર ગુજરાતીઓને ટાર્ગેટ બનાવાતા સ્થાનિક લોકોમા ગુસ્સો જોવા મળી રહ્યો છે. અમેરિકામાં આ પહેલા પણ ગુજરાતી વેપારીઓ સાથે લૂંટની ઘટના બની છે. અનેત વેપારીઓને ટાર્ગેટ કરવામાં આવી ચૂક્યા છે.

(5:30 pm IST)