Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

સાઉથની લેડી સુપર સ્‍ટારે લગ્ન નિમિત્તે ૧ લાખથી વધુ લોકોને કરાવ્‍યું ભોજનઃ અનાથાલયો વળદ્ધાશ્રમોમાં ભવ્‍ય જમણવારઃ ૧૮ હજાર બાળકોને જમાડયા

ચેન્‍નાઇ, તા.૧૧: ફિલ્‍મ જગત, સ્‍પોર્ટસ તથા અન્‍ય ક્ષેત્રોની સેલિબ્રિટીઓ પોતાના લગ્નોમાં કરોડોના કરોડો રૂપિયાના અંધાધૂંધ ખર્ચા કરી પોતાના વૈભવનું પ્રદર્શન કરે છે. બીજી તરફ, સાઉથની લેડી સુપરસ્‍ટાર ગણાતી નયનતારાએ પોતાના લગ્ન નિમિત્તે તમિલનાડુમાં એક લાખથી વધુ લોકોને જમાડ્‍યા છે.

નયનતારા અને ફિલ્‍મ મેકર વિગ્નેશ સિવાનનાં લગ્નની સમગ્ર મનોરંજન ઉદ્યોગમાં ચર્ચા છે. આ લગ્નમાં શાહરૂખ ખાન, રજનીકાંત, મણિરત્‍ન, અજિત સહિતની હસ્‍તીઓ ઉપસ્‍થિત રહી હતી. લગ્ન નિમિત્તે નયનતારાએ પતિ વિગ્નેશને ૨૦ કરોડનો આલીશાન બંગલો ગિફ્‌ટ કર્યો હોવાનું કહેવાય છે. બીજી તરફ વિગ્નેશે તેને પાંચ કરોડની રિંગ ઉપરાંત કરોડોનાં દાગીના આપ્‍યાં છે.

જોકે, આ યુગલનાં લગ્ન અંગે સૌથી ચર્ચાને પાત્ર બનેલી હકીકત એ છે કે તેમણે સમગ્ર તમિલનાડુના અનાથાલાયો, વળદ્ધાશ્રમો તથા અન્‍ય જરૂરિયાતમંદોની સંસ્‍થાઓમાં એક લાખ લોકોને પોતાનાં લગ્ન નિમિત્તે ભવ્‍ય જમણ આપ્‍યું હતું. તેમાં ૧૮૦૦૦ બાળકોનો પણ સમાવેશ થાય છે. કેટલાય મંદિરો બહાર પણ તેમણે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવ્‍યું હતું. આ જમણવાર સહિતની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને લોકો આ યુગલની ઉદારતાની પ્રશંસા કરી રહ્યા છે.

(4:22 pm IST)