Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

પુણે અને નાસિકમાં ધોધમાર વરસ્‍યો

પ્રથમ વરસાદમાં જ વીજપુરવઠો ઠપ્‍પઃ અનેક વિસ્‍તારો જળબંબાકાર

મુંબઇઃ ચોમાસામાં વિધિવત કોકણના રૂટ પરથી રાજયમાં વિધિવત આગમન કર્યુ ત્‍યારબાદ પુણે અને નાસિકમાં ધોધમાર વરસાદ તૂટી પડયો હતો.
અત્‍યાર સુધી અસહ્ય ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠેલા પુણેવાસીઓએ વરસાદને લીધે રાહતનો અનુભવ કર્યો હતો. પહેલાં જ વરસાદને લીધે પુણેના અમુક એરિયામાં વીજળીનો પુરવઠો ખંડિત થઇ ગયો હતો.
નાસિકમાં વરસાદનું જોર વધુ હતું. સાંજે વરસાદના જોરદાર ઝાંપટા ને લીધે રસ્‍તા ભીના થઇ જવાથી વાહન-વ્‍યવહારની ગતિ ધીમી પડી ગઇ હતી. નાશિક આસપાસના વિસ્‍તારમાં વરસાદ પડયો હતો.

 

(3:22 pm IST)