Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

૮૦૦૦ મીટરથી ઉંચા પાંચ શીખરો સર કરનારી પ્રથમ ભારતીય મહિલા બની પ્રિયંકા મોહિતે

૨૦૨૦માં મેળવ્‍યો હતો તેનઝીંગ નોર્ગે નેશનલ એડવેન્‍ચર એવોર્ડ

મુંબઇ, તા.૨: મહારાષ્‍ટ્રના સતારાની પર્વતારોહક પ્રિયંકા મોહિતે ૮૦૦૦ મીટરથી ઉંચા પ શિખર સર કરનારી પ્રથમ ભારતીય મહિલા બની ગઇ છે. ૨૯ વર્ષની પ્રિયંકાને આ પહેલા રાષ્‍ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્‍તે તેનઝીંગ નોર્ગે નેશનલ એવોર્ડ ૨૦૨૦ પણ મળી ચૂકયો છે. પાંચ મે એ માઉન્‍ટ કાંચનજંધા શિખર સર કરતા જ તે પાંચ શિખર સર કરવાની સિધ્‍ધી મેળવી ચૂકી છે.

તેણેએ પોતાના અદભૂત પરાક્રમના ફોટા ઇન્‍સ્‍ટાગ્રામ પર શેર કરતી વખતે ભારતીય ધ્‍વજને પણ કેપ્‍શન સાથે શેર કર્યો કે ભારતના સૌથી ઉંચા અને વિશ્‍વના ત્રીજા નંબરના સૌથી ઉંચા શીખર કાંચન જંધા (૮૫૮૬ મીટર) ર ત્રિરંગો પકડીને ઉભા રહેવાની અદભૂત ક્ષણ.

આ આરોહણને કોરો ના યોધ્‍ધાઓને શ્રધ્‍ધાંજલીરૂપે ગણાવીને તેણીએ આગળ લખ્‍યું ‘આ આરોહણ મહામારીના તમામ ફ્રન્‍ટલાઇન યોધ્‍ધાઓને સમર્પિત છે. મારા બધા પ્રયોજકો અને સમર્થકો જેમણે મરા પર વિશ્‍વાસ રાખ્‍યો એ બધાનો ખૂબ ખૂબ આભાર'. તેની આ સિધ્‍ધીના સોશ્‍યલ મીડીયા પર લોકોએ ખૂબ વખાણ કર્યા છે જેમાં એકટ્રેસ પ્રિયંકા ચોપ્રા પણ સામેલ છે. પ્રિયંકાએ લખ્‍યુ કે મારા જેવા જ નામ ને સિધ્‍ધી મળવા બદલ અભિનંદન.

પ્રિયંકાએ આ પહેલા ૧૦મા નંબરના ઉંચા શિખર માઉન્‍ટ અન્‍નપૂર્ણા પર પગ મૂકનાર પહેલી ભારતીય મહિલા બનવાની સિધ્‍ધી પણ મેળવી હતી. તેનુ કહેવુ છે કે પર્વતારોહણમાં શારીરીક ઉપરાંત માનસિક શકિતની પણ જરૂર પડે છે. આના માટે શારીરીક ઉપરાંત માનસિક ટ્રેનીંગની પણ જરૂર પડતી હોય છે. પર્વતારોહણ દરમ્‍યાન તમારૂ શરીર શું કહે છે તેના પર પર ધ્‍યાન આપવુ પડે છે. તેણીએ કહ્યુ કે આ આરોહણ તેના અત્‍યાર સુધીના આરોહણોમાં સૌથી અઘરૂ, લાંબુ અને ખતરનાક આરોહણ હતું.

(10:38 am IST)