Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

કેનેડાના એરપોર્ટ ઉપર જૂનના અંત સુધી રેન્ડમ કોવિડ ટેસ્ટ બંધ કરાયા

કેનેડિયન સરકારે શુક્રવારે જાહેરાત કરી હતી કે તે જૂનના અંત સુધી એરપોર્ટ ઉપર રેન્ડમ કોવિડ ટેસ્ટ સ્થગિત કરી રહી છે.  પ્રવાસીઓ માટે લાંબા સમયના થતા વિલંબને ઘટાડવાના હેતુથી આ પગલું લેવામાં આવ્યું છે. સરકારી નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કોરોના પરીક્ષણો ૧ જુલાઈથી "ઑફ સાઇટ" ફરી શરૂ થશે. અમે ઉનાળાની પીક સીઝનની નજીક આવતી જતી હોય, એરપોર્ટ ઉપર થતા વિલંબને ઘટાડવા માટે એરપોર્ટ, એરલાઇન્સ, બેગેજ હેન્ડલર્સ અને અન્યો સાથે સહયોગ કરવાનું ચાલુ રાખીએ છીએ," તેમ જણાવ્યું હતું.
    

 

(10:13 am IST)