Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

કોંગ્રેસના અજય માકન ૧ વોટથી હારી ગયા

રાજયસભામાં જવાનું સપનુ રોળાયું: કઇ રીતે અપક્ષે બાજી મારી ?

નવી દિલ્‍હી, તા. હરિયાણામાં કોંગ્રેસને મોટો ઝટકો લાગ્‍યો છે. તેના વરિષ્ઠ નેતા અજય માકન રાજ્‍યસભાની ચૂંટણી હારી ગયા છે. કોંગ્રેસ પાર્ટીએ અગાઉ વિજય જાહેર કર્યો હતો, પરંતુ મોડી રાત સુધી ચાલેલા હાઈ વોલ્‍ટેજ ડ્રામાથી સમીકરણો એટલા ખરાબ થઈ ગયા કે અપક્ષ કાર્તિકેય શર્મા રાજ્‍યસભામાં પહોંચ્‍યા. પૂર્વ કેન્‍દ્રીય મંત્રી વિનોદ શર્માના પુત્ર અને મીડિયા બિઝનેસમેન કાર્તિકેય શર્માને ભાજપ અને જનનાયક જનતા પાર્ટી (JJP)નું સમર્થન હતું. એક વોટ રદ થવાને કારણે અજય માકનનું રાજ્‍યસભામાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું. આવો તમને જણાવીએ કે દિવસના મતદાનની શરૂઆતથી લઈને મોડી રાત સુધીના મતદાન સુધીના હંગામામાં એવું શું થયું કે પૂર્વ કેન્‍દ્રીય મંત્રી માકનને હારનો સામનો કરવો પડ્‍યો.

હરિયાણાની બે રાજ્‍યસભા બેઠકો માટે શુક્રવારે સવારે ૯ વાગ્‍યાથી મતદાન શરૂ થયું હતું. ભાજપના કળષ્‍ણલાલ પંવારે એક બેઠક જીતી છે. બીજી સીટ માટે અજય માકન અને કાર્તિકેય શર્મા વચ્‍ચે રાજકીય ટક્કર હતી. મતદાન બાદ શુક્રવારે સાંજે ૫ વાગ્‍યાથી મતગણતરી શરૂ થવાની હતી. પરંતુ જેજેપીના પોલિંગ એજન્‍ટે ચૂંટણી પંચને ફરિયાદ કરી કે કોંગ્રેસના બે ધારાસભ્‍યો કિરણ ચૌધરી અને બીબી બત્રાએ તેમને તેમના ચિホતિ બેલેટ પેપર બતાવ્‍યા, જે નિયમો અનુસાર ખોટું છે અને તેમના મત રદ કરવા જોઈએ. સ્‍વતંત્ર કાર્તિકેય શર્માના ચૂંટણી એજન્‍ટે પણ ચૂંટણી પંચને એફિડેવિટ મોકલીને આવો જ આરોપ લગાવ્‍યો હતો. ભાજપ, જેજેપી અને અપક્ષ ઉમેદવાર કાર્તિકેય શર્માએ પણ મતદાન માટે જવાબદાર રિર્ટનિંગ ઓફિસર આરકે નંદલ પર પક્ષપાતી રીતે કામ કરવાનો આરોપ લગાવ્‍યો હતો.

જેજેપીના પોલિંગ એજન્‍ટ દિગ્‍વિજય ચૌટાલાએ ચૂંટણી પંચને મોકલેલી ફરિયાદમાં આરોપ લગાવ્‍યો છે કે કોંગ્રેસના ધારાસભ્‍યો કિરણ ચૌધરી અને બીબી બત્રાએ ચૂંટણી દરમિયાન તેમને અને અન્‍ય પોલિંગ એજન્‍ટોને તેમના ભરેલા અને ચિホતિ બેલેટ પેપર બતાવ્‍યા હતા. આ લોકો તે પક્ષના અધિકળત પ્રતિનિધિ ન હતા. મેં અને અન્‍ય હોદ્દેદારોએ રિર્ટનિંગ ઓફિસર આર.કે. નંદલને વાંધો નોંધાવ્‍યો હતો, પરંતુ તેમણે પરિસરમાં સ્‍થાપિત અધિકળત કેમેરામાં રેકોર્ડ કરાયેલ વિડિયો જોયા વિના પક્ષપાતી રીતે અમારા વાંધાઓને ફગાવી દીધા હતા.

ફરિયાદના આધારે ચૂંટણી પંચે રિર્ટનિંગ ઓફિસરને વોટિંગના વીડિયો રેર્કોડિંગ માટે કહ્યું હતું. તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ પંચે બંને મત માન્‍ય જાહેર કર્યા હતા અને રાત્રે લગભગ એક વાગ્‍યે મતગણતરી કરવાની મંજૂરી આપી હતી. ૮ કલાકના વિલંબથી મતગણતરી શરૂ થઈ હતી. કુલ ૯૦ ધારાસભ્‍યોમાંથી અપક્ષ ધારાસભ્‍ય બલરાજ કુંડુએ મતદાન કર્યું ન હતું. એક મત રદ થયો હતો. આ રીતે કુલ માન્‍ય મત ૮૮ બાકી છે. રિર્ટનિંગ ઓફિસર આરકે નંદલે જણાવ્‍યું કે પંવારને ૩૬ વોટ મળ્‍યા હતા. કોંગ્રેસને જીતવા માટે ૩૦ મતની જરૂર હતી. કોંગ્રેસનો એક મત રદ થતાં તેના મત ઘટીને ૨૯ થઈ ગયા. જ્‍યારે કાર્તિકેયને ૨૯.૬ વોટ મળ્‍યા હતા. કાર્તિકેયને ૨૩ ફર્સ્‍ટ પ્રેફરન્‍સ વોટ મળ્‍યા અને પંવારના ૬.૬૫ વોટ તેમને ટ્રાન્‍સફર કરવામાં આવ્‍યા, તેમના વોટની કુલ સંખ્‍યા ૨૯.૬ થઈ અને તેઓ જીત્‍યા.

(10:43 am IST)