Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

મહારાષ્ટ્રમા ફરી કોરોના વકર્યો : છેલ્લા 24 કલાકમાં 3081 નવાનવા કેસ : એક દર્દીનું મોત:એકલા મુંબઈમાં 1956 કેસ નોંધાયા

છેલ્લા ચાર મહિનામાં એક દિવસમાં નોંધાયેલા દર્દીઓની સૌથી વધુ સંખ્યા

મહારાષ્ટ્રમાં કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ બની ગઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3081 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં 1323 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે. રાજ્યમાં એક પણ દર્દીનું મૃત્યુ નોંધાયું નથી. સક્રિય કેસોની સંખ્યા 13 હજાર 329 છે. એકલા મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1956 નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન શહેરમાં 763 દર્દીઓ સાજા થયા છે. માત્ર મુંબઈમાં જ એક્ટિવ કેસની સંખ્યા એટલે કે સારવાર લઈ રહેલા લોકોની સંખ્યા 9191 છે.

ગુરુવારે, મહારાષ્ટ્રમાં કોવિડ -19 ના 2,813 નવા કેસ નોંધાયા હતા, જે છેલ્લા લગભગ ચાર મહિનામાં એક દિવસમાં નોંધાયેલા દર્દીઓની સૌથી વધુ સંખ્યા છે. ગઈકાલે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. બુધવારે મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના ચેપના 2701 નવા કેસ નોંધાયા છે.

   
(11:34 pm IST)