Gujarati News

Gujarati News

News of Sunday, 11th April 2021

મનસુખ હિરેન મૃત્યુ અને એન્ટીલિયા કેસમાં મુંબઇ પોલીસના API રિયાઝ કાઝીની NIAએ ધરપકડ કરી

કાઝી પણ એન્ટીલિયા કેસમાં સામેલ છે અને પુરાવાને નષ્ટ કરવામાં સચિન વાઝેની મદદ કરી હોવાનો NIA નો આરોપ

મુંબઇ: NIAએ મનસુખ હિરેન કેસ અને એન્ટીલિયા કેસમાં મુંબઇ પોલીસમાં API રિયાઝ કાઝીની ધરપકડ કરી છે. NIAનો આરોપ છે કે કાઝીએ સચિન વઝેની મદદ કરી હતી.

કાઝીએ મુંબઇ પોલીસની CIU યૂનિટમાં વાઝેની અંડરમાં કામ કર્યુ છે. એનઆઇએ સુત્રો અનુસાર કાઝી પણ એન્ટીલિયા કેસમાં સામેલ છે અને પુરાવાને નષ્ટ કરવામાં સચિન વાઝેની મદદ કરી હતી.

મુંબઇ પોલીસના API રિયાઝ કાઝીની એનઆઇએએ કેટલાક દિવસની પૂછપરછ બાદ ધરપકડ કરી હતી. કાઝીની NIAએ કેટલાક કલાક પૂછપરછ કરી હતી. NIAના સુત્રો અનુસાર કાઝી મુખ્ય રીતે પુરાવાને નષ્ટ કરવા અને ગુનામાં સચિન વાઝેની મદદ કરવામાં સામેલ છે.

કહેવામાં આવે છે કે રિયાઝ કાઝી તે વ્યક્તિ હતો જે સચિન વા ઝેના ઘરેથી સીસીટીવી ફુટેજ ડીવીઆર લઇ ગયો હતો. કાઝી કથિત રીતે નકલી નંબર પ્લેટ ખરીદવાનો પણ આરોપી માનવામાં આવી રહ્યો છે. કાઝી પર કેટલાક એવા આરોપ છે, જેને કારણે એનઆઇએએ તેની ધરપકડ કરી છે.

રિયાઝ કાઝીને NIAએ કસ્ટડીમાં લીધા બાદ કોર્ટમાં રજૂ કરશે. મહત્વપૂર્ણ છે કે મુંબઇ પોલીસના પૂર્વ અધિકારી સચિન વાઝે પહેલાથી જ જેલમાં બંધ છે, તેની પણ NIAએ ધરપકડ કરી હતી. વાઝે પર એન્ટીલિયા કેસ અને મનસુખ હિરેનની હત્યાના ષડયંત્રનો આરોપ છે.

થોડા સમય પહેલા મુકેશ અંબાણીના ઘર બહાર વિસ્ફોટક ભરેલી સ્કોર્પિયો ઉભી રાખવા મામલે વધુ એક નવો ખુલાસો થયો છે. એનઆઇએએ દાવો કર્યો છે કે વિસ્ફોટક રાખ્યા બાદ મુંબઇ પોલીસના પૂર્વ અધિકારી સચિન વાઝેનો અર્થ એક મોટા એન્કાઉન્ટરને અંજામ આપવાનો હતો, વાઝે મુંબઇની તલોજા જેલમાં બંધ છે.

(5:45 pm IST)