Gujarati News

Gujarati News

News of Monday, 11th January 2021

કર્ણાટકમાં રીલાયન્સે ખેડૂતોને જલ્સો કરાવી દીધોઃ એમએસપીથી ઉંચા ભાવે અનાજની ખરીદી કરી

રીલાયન્સે ૧૯૫૦ રૂ. પ્રતિ કવીન્ટલના ભાવની ઓફર કરી જ્યારે સરકારનો ભાવ રૂ. ૧૮૬૮ છેઃ ખેડૂતોને ૮૨ રૂ. વધુ મળ્યા

બેંગ્લોર, તા. ૧૧ :. રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી.ની રીલાયન્સ રીટેલ લીમીટેડે સિંધનુર સ્થિત એગ્રો કંપની થકી કર્ણાટકના ૧૧૦૦ ખેડૂતો પાસેથી ન્યુનત્તમ સમર્થન મૂલ્ય (એમએસપી)થી પણ વધુ ભાવે ૧૦૦૦ કવીન્ટલ અનાજ ખરીદવાના એક કરાર પર સહી-સિક્કા કર્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે રીલાયન્સે કર્ણાટકના રાયચુર જિલ્લાના સિંધનુર તાલુકાના ખેડૂતો પાસેથી ધાન (સોના મસુરી વેરાયટી)ની ૧૦૦૦ કવીન્ટલની ખરીદી કરી ખેડૂતોને મોટી રાહત આપી છે. કર્ણાટકમાં એપીએમસી એકટમાં ફેરફાર બાદ કોઈ મોટી કંપની અને ખેડૂતો વચ્ચે આ પહેલો આ પ્રકારનો સૌથી મોટો કરાર હતો. કંપનીએ સોના મસુરી ધાન માટે ૧૯૫૦ રૂ. પ્રતિ કવીન્ટલના ભાવની ઓફર કરી હતી. જ્યારે સરકારે નક્કી કરેલ ભાવ રૂ. ૧૮૬૮ છે. આમ ખેડૂતોને રૂ. ૮૨ વધુ મળ્યા છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે બેંગ્લોરથી ૪૨૦ કિ.મી. દૂર રાયચુરના સિંધનુરમા હાલમાં સંશોધીત એકટ હેઠળ ખેડૂતો સાથે સમજુતી થઈ હતી. આ કાયદા હેઠળ ખેડૂતોને પોતાનુ ઉત્પાદન સરકારી મંડીઓથી બહાર કયાંય પણ વેંચવા અને એમએસપીથી વધુ ભાવ પર વેચવાની આઝાદી મળે છે. આ ધાનને સરકારના એફસીઆઈના ગોદામમાં રાખવામાં આવેલ છે.  આમ કોઈ મોટી કોર્પોરેટ કંપની અને ખેડૂતો વચ્ચે આ પહેલા કરાર છે. સમજુતી અનુસાર પ્રતિ ૧૦૦ રૂ.ના ટ્રાન્ઝેકશન પર સ્વાસ્થ્ય ફાર્મર્સ પ્રોડયુસીંગ કંપનીને ૧.૫ ટકાનું કમિશન મળશે.  જો કે સૂત્રો કહે છે કે મોટી કોર્પોરેટ કંપનીઓ પહેલા ખેડૂતોને વધુ ભાવની લાલચ આપશે. આનાથી મંડીઓને નુકશાન થશે પરંતુ બાદમાં ખેડૂતોનુ શોષણ થશે.

(3:41 pm IST)