Gujarati News

Gujarati News

News of Thursday, 11th January 2018

એરટેલે ગુજરાતમાં ૬૫૦૦ મોબાઇલ બ્રોડબેન્ડ સાઇટ્સ સાથે ફયુચર રેડીનેટવર્કનું નિર્માણ કર્યું

મોબાઇલ બ્રોડબેન્ડની પહોંચને ૭૨૫૦ શહેરો અને ગામડામાં વિસ્તારી

મુંબઇ તા.૧૧ : ભારતની સૌથી વિશાળ દૂરસંચાર સેવાઓની પ્રદાતા ભારતી એરટેલ દ્વારા જે રાજયમાં ૭૨૫૦થી વધુ શહેરો અને ગામડાંમાં વિશ્વ કક્ષાની ડેટા સર્વિસીસ અને VoLTE (વોઈસ ઓવર એલટીઈ)ની ઉપલબ્ધતાનું વિસ્તરણ કરતાં ગુજરાત રાજયમાં ૬૫૦૦ મોબાઇલ બ્રોડબેન્ડ સાઈટ્સ તૈયાર હોવાની જાહેરાત આજે કરવામાં આવી છે. વિસ્તરણ પ્રક્રિયામાં એરટેલે ઉપભોકતાઓની હાઈ- સ્પીડ ઈન્ટરનેટ જરૂરતોમાં વધારાને પહોંચી વળવા અને સરકારના ડિજિટલ ઈન્ડિયાના ધ્યેયમાં યોગદાન આપવા માટે છેલ્લા ૬ મહિનામાં દરેક ૯૦ મિનિટે એક નવી ૪જી સાઈટ ગોઠવી છે. આ વિસ્તરણ ગુજરાતમાં એરટેલની VoLTE સેવાની પહોંચ વધારી ૪જી ગ્રાહકો માટે હાઈ-ડેફીનિશન વોઈસ કવોલિટી અને ઝડપી કોલ સેટ કરે છે.

તેની ટ્રાન્સમિશન ક્ષમતા બેગણી કરવા ઉપરાંત એરટેલે વ્યૂહાત્મક રીતે તેની મોબાઈલ બેકહોલ ક્ષમતાઓ વધારી છે અને તેનો ફાઈબર બેકબોન ૧૨૩૦૦ કિમી સુધી વિસ્તાર્યો છે, જેથીસર્વોચ્ચ કક્ષાનુંફયુચર રેડી નેટવર્ક મળવાની ખાતરી રહે.

આ નેટવર્ક વિસ્તરણ ભાવિ તૈયાર નેટવર્ક નિર્માણ કરવા માટે એરટેલના રાષ્ટ્રવ્યાપી નેટવર્ક ટ્રાન્સફોર્મેશન પ્રોગ્રામ પ્રોજેકટ લીપના ભાગરૂપ છે. કંપનીએ આ પ્રોગ્રામ હેઠળ ભારતમાં રૂ. ૬૦,૦૦૦ કરોડનું રોકાણ કટિબદ્ઘ કર્યું છે. છેલ્લાં બે વર્ષમાં એરટેલે ભારતભરમાં ૧,૮૦,૦૦૦ મોબાઈલ સાઈટ્સ શરૂ કરી છે. કંપનીએ કામગીરીનાં પ્રથમ ૨૦ વર્ષમાં શરૂ કરેલી મોબાઈલ સાઈટ્સની સંખ્યા જેટલી જ આ સાઈટ હોવાથી વૈશ્વિક સ્તરે સૌથી વિશાળ મોબાઈલ નેટવર્ક રોલઆઉટ્સમાંથી એક છે.

(3:53 pm IST)