Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

Paytm દુકાનદારોને ગેરંટી વગર હજાર કરોડની લોન આપશે

કારોબારનું થશે ડિજિટલીકરણ : માર્ચ સુધીમાં કરાશે ઓફર

નવી દિલ્હી તા. ૧૦ : ડિજિટલ નાણાંકીય સેવા કંપની પેટીએમે આવતા વર્ષે માર્ચ સુધીમાં દુકાનદારોને ૧૦૦૦ કરોડ રૂપિયાની લોનનું લક્ષ્ય રાખવામાં આવું છે. કંપનીએ કહ્યું કે તેઓ તેમની બિઝનેઝ એપના પ્રયોગકર્તાઓને દુકાનદાર લોન કાર્યક્રમ હેઠળ ગેરેન્ટી વગર લોન ઉપલબ્ધ કરાવાશે.

પેટીએમે નિવેદનમાં કહ્યું કે અમે અમારા ૧.૭ કરોડ દુકાનદારોના આંકડા પર કારોબારનું ડિજીટલીકરણ કરી શકશે તથા પરિચાલનમાં વિવિધતા લાવી શકશે. તેનાથી તેની ક્ષમતામાં સુધાર થશે અને તેને ડીજિટલ ઇન્ડિયા મિશનમાં સામેલ થવામાં મદદ મળશે.

કંપનીએ કહ્યું કે તેનું લક્ષ્ય ૧૦૦૦ કરોડ રૂપિયાની લોન માર્ચ સુધી વિતરણ કરવાનું દુકાનદારોના રોજના લેણદેણના આધાર પર તેની લોનની પાત્રતા નક્કી કરશે અને તેના બેન્કિંગ નાણાંકીય કંપનીઓ તથા બેંકોની સાથે ભાગીદારીમાં ગેરેંટી વગર લોન કરાવે છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સૂક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ એમએસઈના વિકાસ માટે નીચલા વ્યાજદરોમાં પાંચ લાખ રૂપિયા સુધીની ગેરેન્ટી મુકત લોનનો વિસ્તાર કરી રહી છે. આ લોનની વસૂલી દુકાનદારના પેટીએમની સાથે રોજના નિપટનના આધાર પર કરવામાં આવે છે. અને તેના સમય પહેલા ચુકવણી પર કોઈ ફી લેવામાં આવતી નથી.

(12:53 pm IST)