Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

રસી સિવાય રસ્તો નહિ: કોરોના અટકશે નહીં ત્યાં સુધી અર્થતંત્રમાં વેગ નહીં આવે: IMFની સ્પષ્ટ વાત

આઇએમએફ હવે વિશ્વ બેન્ક સાથે મળીને 13 ઓક્ટોબરે નવો વરતારો બહાર પાડશે.

લંડન : જ્યાં સુધી કોરોનાનો ચેપ પ્રસરવાનું બંધ નહીં થાય ત્યાં સુધી નિર્ણયાત્મક અને લાંબા ગાળાની આથક રિકવરી થાય તેમ લાગતું નથી, ભલેને સરકારો લોકડાઉન ઉઠાવી લેવાની વાતો કરે પણ તેનાથી ઝાઝો ફરક પડવાનો નથી તેમ આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે-આઇએમએફ- જણાવ્યું હતું.

આઇએમએફ દ્વારા કરવામાં આવેલાં સંશોધનમાં જણાયું છે કે સરકારોએ લોકડાઉન લાદીને ગ્લોબલ મંદીમાં મોટું યોગદાન આપ્યું છે પણ લોકોએ જાતે સોશ્યલ ડિસ્ટન્સિગ જાળવવાનું પસંદ કર્યું હોવાથી તેને કારણે મંદી વકરી છે. આઇએમએફ હવે વિશ્વ બેન્ક સાથે મળીને 13 ઓક્ટોબરે નવો વરતારો બહાર પાડશે.

બીજી તરફ યુકેમાં ઓગસ્ટમાં ધાર્યા પ્રમાણે આથક રિકવરી થઇ નથી. જુલાઇમાં 6.6 ટકાની રિકવરી સામે ઓગસ્ટ મહિનામાં માંડ 2.1 ટકા રિકવરી થતાં યુરોપમાં યુકે આ મામલે અન્ય દેશોની સરખામણીમાં પાછળ પડી ગયું છે.

બીજી તરફ ફ્રાન્સમાં પાંચ ટકા રિકવરી જણાઇ છે. ચીનમાં સવસ સેક્ટરમાં સપ્ટેમ્બર મહિનામાં વૃદ્ધિ થઇ હોવાનું જણાયું હતું. જુન મહિનાથી પરચેજિંગ મેનેજર ઇન્ડેકસ 50 કરતાં ઉપર જ રહ્યો છે. ચીની ઇકોનોમીનો 60 ટકા હિસ્સો સવસ સેક્ટર પર નિર્ભર છે. અડધા કરતાં વધારે શહેરી નોકરીઓ આ ક્ષેત્રમાં છે.

(1:04 pm IST)