Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ગંગાજળનો કર્યો RTPCR ટેસ્ટ : કોરોના વાયરસ હોવાના કોઇ પુરાવા મળ્યા નથી

ડરવાની જરૂર નથી. ગંગાજળ પહેલાંની માફક બિલકુલ સેફ અને ઉપયોગ કરવા લાયક

નવી દિલ્હી :દેશમાં એપ્રિલ-મેમાં જ્યારે કોરોના વાયરસ પીક પર હતો. આ દરમિયાન ગંગા નદીમાં ઘણી જગ્યાએ મૃતક લાશ તરતી જોવા મળી હતી. તે સમયે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી કે આ લાશોના લીધે કોરોના વાયરસ ગંગાજળમાં કોરોના સંક્રમણ થયું હોઇ શકે છે. જોકે હવે આ પ્રશ્નનો જવાબ સામે આવ્યો છે.

એક મીડિયા રિપોર્ટના અનુસાર CPCB, બિહાર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ CPB, આઇ.આર.ટી.આર એ કોરોનાના કેસ સામે આવ્યા બાદ ગંગાજળની શુદ્ધતાને લઇને સ્ટડી કરી હતી. આ સ્ટડીના પ્રારંભિક રિપોર્ટ અનુસાર ગંગાજળ માં કોરોના વાયરસ હોવાના કોઇ પુરાવા મળ્યા નથી.

કેન્દ્ર સરકારની પેનલે બક્સર, પટના, ભોજપુર અને સારણમાં ગંગાજળના નમૂના લીધા. ત્યારબાદ નમૂનાને તપાસ માટે CSIR-IIT લખનઉમાં મોકલવામાં આવ્યા. આ નમૂનાની આરટી-પીસીઆર તપાસ પણ કરવામાં આવી. આ સાથે જ ગંગા નદીની બીજી જૈવિક વિશેષતાઓની તપાસ પણ કરવામાં આવે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર બિહાર રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના અધ્યક્ષ અશોક ઘોષએ કહ્યું કે તપાસમાં મળી આવ્યું છે કે ગંગાજળમાં કોરોના વાયરસનું સંક્રમણ થયું નથી. જોકે માનવ નિર્મિત કારણોના લીધે પાણીમાં બીજી કોઇ અશુદ્ધિઓ મળી. તેમણે કહ્યું કે જો લોકો મોંઢામાં અને નાકમાં પાણી લે છે, તો તેમને ડરવાની જરૂર નથી. ગંગાજળ પહેલાંની માફક બિલકુલ સેફ અને ઉપયોગ કરવા લાયક છે.

તો બીજી તરફ આ સંબંધમાં પટના યૂનિવર્સિટીમાં જૂલોજી ડિપાર્ટમેન્ટ હેડ અરબિંદ કુમારે કહ્યું કે ગંગા નદીના કેટલાક કિનારા પર થોડીમાત્રામાં પ્રદૂષણ થઇ શકે છે. તેના લીધે એ છે કે તેના પર કોરોના  મૃતકોની લાશોને અંતિમ સંસ્કાર કર્યા વિના રેતમાં દબાવીને છોડી દેવામાં આવી હતી. જો આ લાશોનો ક્રિયાક્રમ થઇ જાય તો આ ખતરાને પણ હંમેશા માટે દૂર કરી શકાય છે.

(11:38 pm IST)