Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

દેશના અર્થતંત્ર માટે મોટી રાહત : જુલાઈમાં ઔદ્યોગિક ઉત્પાદનમાં 11.50 ટકાનો વધારો

ગત વર્ષે જુલાઈમાં ઔદ્યોગીક ઉત્પાદન 10.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

નવી દિલ્હી : દેશની ઈકોનોમી માટે એક સારા સમાચાર છે. જાહેર થયેલા સત્તાવાર આંકડાઓ મુજબ જુલાઈમાં ભારતનું ઔદ્યોગીક ઉત્પાદન 11.5 ટકા વધ્યું છે  આ પહેલા ગત વર્ષે જુલાઈમાં ઔદ્યોગીક ઉત્પાદન 10.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

NSOએ ઔદ્યોગીક ઉત્પાદન ઈન્ડેક્સના આંકડા મુજબ સકલ ઔદ્યોગીક ઉત્પાદન ઈન્ડેક્સમાં મોટી ભાગીદારી ધરાવતા વિનિર્માણ ક્ષેત્રનું ઉત્પાદન જુલાઈ 2021માં 10.5 ટકા વધ્યું.. જ્યારે કે માઈનિંગ ક્ષેત્રનું ઉત્પાદન 19.5 ટકા અને વીજ ક્ષેત્રના ઉત્પાદનમાં 11.1 ટકાની વૃદ્ધિ નોંધાઈ.. આંકડાઓ મુજબ ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-જુલાઈના ચાર મહિના દરમિયાન આઈઆઈપીમાં કુલ મળીને 34.1 ટકાનો વધારો થયો.. જ્યારે કે ગત વર્ષે આ સમયગાળામાં 29.3 ટકાનો ઘટાડો થયો હતો.

નેશનલ સ્ટેટિસ્ટિક્સ ઓફિસ (NSO) દ્વારા જુલાઇ માટેનો IIP (ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શન ઇન્ડેક્સ) ડેટા જાહેર કરવામાં આવ્યો છે. જુલાઈમાં ઔદ્યોગીક ઉત્પાદનમાં વાર્ષિક ધોરણે 11.5 ટકાનો વધારો થયો છે. જુલાઈ 2020 માં તેમાં 10.50 ટકાનો ઘટાડો નોંધાયો હતો. NSO ના અહેવાલ મુજબ, જુલાઈમાં ઔદ્યોગીક ઉત્પાદનમાં મહિના-દર-મહિનાના આધારે 7.2 ટકાનો વધારો નોંધાયો છે. માસિક ધોરણે, જૂનમાં માત્ર 5.7 ટકા વધારો નોંધાયો હતો. આનો અર્થ એ છે કે, જુલાઈમાં આર્થિક ગતિ ઝડપી થઈ છે. વાર્ષિક ધોરણે, IIP જૂનમાં 13.60 ટકા વધ્યો હતો. આ ઝડપ સુધારેલા ડેટા પર આધારિત છે.

(10:34 pm IST)