Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવે તો પણ જીડીપી વિકાસ દર પર કોઈ પ્રભાવ નહિ પડે: નાણાં મંત્રાલય

બીજી લહેરથી પ્રભાવિત ભારતની ઈકોનૉમી રિકવરી આગલા ત્રણ મહિનામાં તેજ થશે

નવી દિલ્લીઃ કોરોના વાયરસ મહામારીના કારણે દેશની અર્થવ્યવસ્થા પર ઘણી ખરાબ અસર પડી છે. ગયા વર્ષે દેશવ્યાપી લૉકડાઉન બાદ નાણાકીય વર્ષ 2020-21માં જીડીપી ગ્રોથ નેગેટીવમાં જતો રહ્યો હતો ત્યારે તે 24.4 ટકા નોંધવામાં આવ્યો હતો. જો કે હવે આમાં સુધારો થતો જોવા મળી રહ્યો છે. દેશ કોરોના વાયરસની બે લહેરોનો સામનો કરી ચૂક્યો છે. હવે ત્રીજી લહેરને લઈને પણ વિશેષજ્ઞોએ ચેતવણી જાહેર કરી દીધી છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રાલયે કહ્યુ કે ભલે દેશમાં કોવિડ-19ની ત્રીજી લહેર આવી જાય તો પણ બીજી લહેરથી પ્રભાવિત ભારતની ઈકોનૉમી રિકવરી આગલા ત્રણ મહિનામાં તેજ થશે.

નાણા મંત્રાલયના રિપોર્ટ મુજબ કોરોના વાયરસની બીજી લહેર બાદ પણ નાણાંકીય વર્ષ 2021-22ના પહેલા ત્રિમાસિકમાં જીડીપીમાં વી આકારના સુધારો થયાનુ જાણવા મળ્યુ છે. પહેલા ત્રિમાસિક ગાળા(એપ્રિલ-જૂન)ના આંકડા દર્શાવે છે કે બીજી લહેરમાં પણ જીડીપી વિકાસ દર 20.1 ટકા રહ્યો કે જે ચીનના ગ્રોથ રેટથી પણ વધુ હતો. નાણા મંત્રાલયનુ કહેવુ છે કે જો દેશમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર આવે તો પણ જીડીપી વિકાસ દર પર કોઈ પ્રભાવ નહિ પડે.

નાણા મંત્રાલયના આર્થિક બાબતોના વિભાગે ઓગસ્ટ માટે પોતાની માસિક સમીક્ષામાં કહ્યુ છે કે તેજીથી વધતા રસીકરણ કવરેજ અને મહામારી મેનેજમેન્ટ સાથે સમૃદ્ધ અનુભવ એ વિશ્વાસ અપાવે છે કે રિકવરી ત્રીજી લહેરની સ્થિતિમાં પણ યથાવત રહી શકે છે. જો કે મંત્રાલયે કેરળ અને મહારાષ્ટ્રમાં કોવિડના વધતા કેસો પર ચિંતા વ્યક્ત કરી અને બંને રાજ્યોમાં મહામારી મેનેજમેન્ટની જરુરિયત પર જોર આપ્યુ.

રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે 2020-21ના બીજા છમાસિકમાં બીજી લહેરથી આર્થિક સુધારાની ગતિ અટકી હતી પરંતુ નાણાકીય વર્ષ 21ના ક્વાર્ટર-4માં રસીકરણમાં તેજીથી વૃદ્ધિ અને નાણાકીય વર્ષ 22ના પહેલા ત્રિમાસિકમાં ઉત્પાદનમાં ક્રમિક ઘટાડો શામેલ હતો. ભારતના સકળ ઘરેલુ ઉત્પાદ(જીડીપી)માં ચાલુ નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકમાં 20 ટકાનો વધારો થયો છે જે બીજી લહેરના પ્રકોપ છતાં અર્થવ્યવસ્થાના લચીલા 'વી' આકારના ગ્રોથની પુષ્ટિ કરે છે.

(10:06 pm IST)