Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

યોગી સરકારે મથુરા વૃંદાવનમાં કૃષ્ણ જન્મસ્થળની આસપાસ 10 કિમી વિસ્તારને તીર્થ સ્થળ જાહેર કર્યો

નવી દિલ્હી :  અયોધ્યામાં રામ મંદિરનું કામ ચાલી રહ્યું છે બીજી તરફ કૃષ્ણ જન્મ સ્થળ મથુરા વૃંદાવનને લઈને મોટા સમાચાર સામે આવી આવી રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની સરકારે મથુરા વૃંદાવનમાં કૃષ્ણ જન્મ સ્થળની આસપાસના 10 કિમી વિસ્તારને તીર્થ સ્થળ જાહેર કર્યો છે

ગત મહિને ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથએ મથુરામાં જ જન્માષ્ટમી પણ ઉજવી હતી ત્યારબાદ તીર્થસ્થળની જાહેરાત કરવાનો આ નિર્ણય લીધો છે જે ઘણો જ મહત્વનો માનવામાં આવે છે. જન્માષ્ટમીના કાર્યક્રમમાં સામેલ થયેલ યોગી આદિત્યનાથે કૃષ્ણ જન્મ સ્થળ પર પહોંચીને શ્રી કૃષ્ણ દર્શન કર્યા હતા.

મથુરામાં મુખ્યમંત્રીએ કહ્યું હતું કે પહેલા તહેવારની શુભેચ્છાઓ આપવા માટે ધારાસભ્યો મુખ્યમંત્રીઓ અહીં નહોતા આવતા. તમેને કહ્યું કે જે પહેલા મંદિરોમાં જતા ડરતા હતા તેઓ હવે કહી રાયા છે કે રામ મારા છે કૃષ્ણ મારા છે.

યુપીમાં તીર્થસ્થાનોના વિકાસનું કામ ચાલી રહ્યું છે. અયોધ્યા, વારાણસી, મથુરા વગેરેમાં સુવિધાઓ પહેલાની સરખામણીમાં વધુ સારી થઇ રહી છે. અયોધ્યામાં દોઢ વર્ષ પહેલા આવેલ સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ રામમંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી થઇ રહ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે વર્ષ 2024 પહેલા સુધી અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ કાર્ય પૂર્ણ થઇ જશે.

(11:03 pm IST)