Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

તાલિબાન સારી રીતે સરકાર ચલાવશે : સાઉદી અરેબિયા

તાલિબાનની સરકારની રચના પર સાઉદીએ મૌન તોડ્યું : ૧૯૯૬માં તાલિબાનની સરકાર બની ત્યારે પાક અને યુએઈની સાથે સાઉદી અરબે જ તેને માન્યતા આપી હતી

રિયાધ, તા.૧૦ : લાંબા સમયથી તાલિબાન પર મૌન રહેલા સાઉદી અરેબિયાએ પહેલી વખત અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર પર પ્રતિક્રિયા આપી છે.

સાઉદી અરબે કહ્યુ છે કે, અમને આશા છે કે, તાલિબાન સારી રીતે સરકાર ચલાવશે અને અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતા આવશે.સાઉદી અરબના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈઝલ બિન ફરહાન અલ સઉદે જોકે વાતનો ઉલ્લેખ નથી કર્યો છે કે, આવાનારા દિવસોમાં તાલિબાન માટે સાઉદી અરબ કેવુ વલણ અપનાવશે.

સાઉદીની રાજધાની રિયાધમાં તેમણે કહ્યુ હતુ કે, તાલિબાન સરકાર લોકોના હિતમાં કામ કરશે અને બહારનો હસ્તક્ષે નહીં ચલાવી લે તેવી આશા છે.અફઘાનિસ્તાનમાં હિંસા અને અરાજકતાનો માહોલ ખતમ થશે તેવી પણ અમને આશા છે.

તેમણે કહ્યુ હતુ કે, અફઘાનિસ્તાનની સ્વાયત્તાનુ અમે સન્માન કરીએ છે અને કપરા સમયમાંથી બહાર આવવા માટે અમે અફઘાનિસ્તાનની મદદ કરીશું.

અગાઉ જ્યારે ૧૯૯૬માં તાલિબાનની સરકાર બની ત્યારે પાકિસ્તાન અને યુએઈની સાથે સાથે સાઉદી અરબે તેને માન્યતા આપી હતી.

(7:31 pm IST)