Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

અંતરિયાળ એટીએમ બંધ થવાનો ખતરો

મુંબઇ, તા., ૧૦: ભારતીય રીઝર્વ બેંકે એક ગાઇડલાઇન જાહેર કરી છે. જે મુજબ એટીએમમાં રોકડ નહિ હોય તો ૧૦,૦૦૦ રૂપીયાનો દંડ બેંકોને ફટકારવામાં આવશે. આ નિયમ ૧ લી ઓકટોબરથી લાગુ પડશે. આરબીઆઇએ કહયું કે, કોઇ પણ મહિનામાં ૧૦ કલાકોથી વધારે જો એટીએમ રોકડ વગર માલુમ પડશે તો જે તે બેંકને દંડ ફટકારવામાં આવશે. બેંકોનું કહેવું છે કે આ નિયમથી તેમને કારોબાર કરવો મુશ્કેલ થઇ જશે. વધારાનો ખર્ચ કરવો પડશે. એક મોટી સરકારી બેંકના અધિકારીએ કહયું કે, આ નિયમ બેંકોને ભારે પડશે. દુર-દુરના વિસ્તારોમાં એટીએમ બંધ કરવાનું બેંકો વિચારી શકે છે. કારણ કે આવા વિસ્તારોમાં રોજેરોજ એટીએમમાં પૈસા નાખવા શકય બનતા નથી. આ નિયમથી ગામડાના લોકોને પણ પરેશાની થશે.

(4:19 pm IST)