Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

૧૧ હજાર કરોડના ખર્ચે બનશે વોર્નીગ એરક્રાફટસઃ ચીન-પાકિસ્તાન પર રહેશે બાજ નજર

નવી દિલ્હી, તા., ૧૦: કેન્દ્ર સરકારે ૧૧ હજાર કરોડના ડીફેન્સ પ્રોજેકટને મંજુરી આપી દીધી છે. આ પ્રોજેકટ અંતર્ગત ૬ એરક્રાફટ ભારતમાં જ બનાવવામાં આવશે. જેનાથી ભારતીય વાયુ સેનાની સર્વેલન્સ તાકાતમાં વધારો થશે અને ચીન અને પાકિસ્તાન સીમાઓ ઉપર બાજ નજર રાખી શકાશે. સુત્રોના જણાવ્યા મુજબ મોદી સરકારે ડીઆરડીઓના પ્રોજેકટને મંજુરી પણ આપી દીધી છે. જેમાં સ્વદેશી રડાર બનાવવામાં આવશે. આ રડાર એરબસ- ૩ર૧ પેસેન્જર એરક્રાફટમાં લગાવાશે. બુધવારે કેબીનેટ સમીતીની બેઠકમાં આ પ્રોજેકટને મંજુરી આપવામાં આવી હતી. કેબીનેટે એરબસ-ટાટાના પ્રોજેકટને પણ મંજુરી દીધી છે. જેમાં ર૧ હજાર કરોડના ખર્ચે ીમડીયમ ટ્રાન્સપોર્ટ એરક્રાફટ સી-ર૯પ બનાવવામાં આવશે. આ યોજના હેઠળ કુલ ર૬ એરક્રાફટ બનાવાશે. એરબોર્ન અર્લી વોર્નીગ એન્ડ કંટ્રોલ એરફ્રાફટસને સીમાઓ ઉપર વધતા ખતરા ઉપર નજર રાખવા માટે મહત્વના માનવામાં આવી રહયા છે.

(4:18 pm IST)