Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ભગવાન શ્રીકૃષ્ણ : જાણવા જેવી માહિતીઓ

   શ્રી કૃષ્ણ ૫૨૫૨ વર્ષ પહેલા જનમ્યા હતા.

   જન્મ તારીખ : ૧૮ જૂલાઇ ઇ.સ.પુર્વે ૩૨૨૮

   મહિનો    : શ્રાવણ

   તિથી      : આઠમ

   નક્ષત્ર     : રોહિણી

   વાર      : બુધવાર

   સમય     : ૦૦.૦૦ કલાક

   શ્રીકૃષ્ણ ૧૨૫ વર્ષ, ૮ મહિનો અને ૭ દિવસ જીવ્યા હતા.

   મૃત્યુ તિથી : ૧૮ ફેબ્રુઆરી ઇ.સ. પુર્વે ૩૧૦૨

   કુરૂક્ષેત્રના યુધ્ધ વખતે કૃષ્ણની ઉમર ૮૯ વર્ષની હતી.

   કુરૂક્ષેત્રના યુધ્ધ પછી ૩૬ વર્ષે તેમનું અવસાન થયું હતુ.

   કુરૂક્ષેત્રનું યુધ્ધ માગશર સુદ એકાદશીથી શરૂ થયુ હતુ એટલે કે ૮ ડીસેમ્બર ઇ.સ. પુર્વે ૩૧૩૯ અને રપ ડીસેમ્બર ઇ.સ.પુર્વે ૩૧૩૯ના રોજ સમાપ્ત થયુ હતુ.

   યુધ્ધ દરમિયાન ૨૧ ડીસેમ્બરે સાંજે ૩ થી પ દરમિયાન સુર્યગ્રહણ થયુ હતુ જે જયદ્રતના મોતનું કારણ બન્યુ હતુ.

   ભીષ્મનું અવસાન ઇ.સ.પુર્વે ૩૧૩૮ની બીજી ફેબ્રુઆરીએ ઉત્તરાયણની પહેલી એકાદશીએ થયુ હતુ.

   કૃષ્ણ વિવિધ જગ્યાએ અલગ અલગ નામે પુજાય છે.

   . કૃષ્ણ કનૈયા - મથુરા

   . જગન્નાથ - ઓરીસ્સા

   . વીઠોબા - મહારાષ્ટ્ર

   . શ્રીનાથજી - રાજસ્થાન

   . દ્વારકાધીશ - ગુજરાત

   . રણછોડદાસ - ગુજરાત

   . કૃષ્ણ - ઉડપી

   . ગુરૂવાયુરપ્પા - કેરળ

   બાયોલોજીકલ પિતા : વાસુદેવ

   બાયોલોજીકલ માતા : દેવકી

   પાલક પિતા : નંદ

   પાલક માતા : યશોદા

   મોટાભાઇ : બલરામ

   બહેન : સુભદ્રા

   જન્મસ્થળ : મથુરા

   પત્નીઓ : રૂક્ષ્મણી, સત્યભામા, જાંબવતી, કાલિંદી, મિત્રવીંદા, નગ્નાજીતી, ભદ્રા, લક્ષ્મણ

   કૃષ્ણએ પોતાના જીવનમાં ફકત ૪ વ્યકિતને માર્યા હતા. ૧. ચાણુર ર. કંસ ૩. શીશુપાલ અને ૪. દંતવકત્ર

   તેમની માતા ઉગ્ર કુળના અને પિતા યાદવકુળના હતા.

   તે શ્યામવર્ણના હતા. તેમના જીવનમાં તેમનું નામકરણ કયારેય નહોતુ થયુ. આખુ ગોકુલ ગામ તેના શ્યામવર્ણના કારણે તેને કાન્હા કહેલ હતુ.તેમનું બાળપણ ભયંકર પરિસ્થિતીમાં પસાર થયુ હતુ.

   દુકાળ અને જંગલી પ્રાણીઓના ભયથી ૯ વર્ષની વયે તેઓએ ગોકુળથી વૃંદાવન પ્રસ્થાન કર્યુ હતુ.

   વૃંદાવનમાં કૃષ્ણ ૧૦ વર્ષ અને ૮ મહિનાના થયા ત્યા સુધી રહ્યા હતા. ૧૦ વર્ષ અને ૮ મહિનાની ઉંમરે તેમણે મથુરામાં પોતાના મામા કંસને મારીને પોતાના માતા પિતાને કારાવાસમાંથી છોડાવ્યા હતા.

   વૃંદાવન છોડયા પછી તેઓ પાછા કયારેય વૃંદાવન નહોતા ગયા.

   સિંધુ રાજા કાળયવનના ભયથી તેઓ મથુરાથી દ્વારકા ગયા.

   તેમણે વૈનાથેય જાતિના લોકોની મદદથી જરાસંઘને ગૌમાંતક પર્વત (હાલનું ગોવા) પર હરાવ્યો હતો.

   તેમણે દ્વારકાનું પુનઃનિર્માણ કર્યુ હતુ.

   ૧૬-૧૮ વર્ષ દરમિયાન તેમણે ઉજજૈનમાં સાંદિપની આશ્રમમાં શિક્ષણ પ્રાપ્ત કર્યુ.

   તેમણે આફ્રિકાના ચાંચીયાઓ સામે લડીને પોતાના ગુરૂના પુત્રને તેમની કેદમાંથી છોડાવ્યો હતો જેનું નામ પુનર્દત્ત હતુ જેને ગુજરાતના પ્રભાસથી ચાંચીયાઓ ઉપાડી ગયા હતા.

   અભ્યાસ પુરો થયા પછી તેમને પાંડવોના વનવાસની જાણ થઇ હતી. તેમણે પાંડવોને લાક્ષાગૃહમાંથી બચાવ્યા હતા.

   ત્યારપછી તેમણે પોતાના આ પિત્રાઇ ભાઇઓને ઇન્દ્રપ્રસ્થની સ્થાપનામાં મદદ કરી.

   તેમણે દ્રોૈપદીને વસ્ત્રાહરણમાંથી બચાવ્યા હતા.

   તેઓ કાયમ પોતાના આ ભાઇઓની પડખે ઉભા રહ્યા.

   કુરૂક્ષેત્રના યુધ્ધમાં પણ તેમણે પાંડવોને સાથ આપ્યો.

   તેમણે પોતાની પ્રિય દ્વારકાને ડુબતી જોઇ.

   તેમનું મોત જરા નામના પારધીના હાથે નજીકના જંગલમાં થયુ હતુ.

   તેમણે કયારેય કોઇ ચમત્કાર નહોતો કર્યો. તેમનું જીવન સફળતાઓથી ભરેલું નહોતુ. તેમના આખા જીવન દરમિયાન તેમને એક ક્ષણ પણ  શાંતિ નહોતી મળી. જીવનના દરેક તબકકે તેમને પડકારો અને વધુ મોટા પડકારોનો સામનો કરેવો પડેલો.

   તેમણે દરેક વસ્તુ અને દરેક વ્યકિતનો જવાબદારીપુર્વક સામનો કર્યો અને તેમ છતા તેનાથી અલિપ્ત રહ્યા.

   તેઓ એક માત્ર એવી વ્યકિત હતા જે ભૂત અને ભવિષ્ય જાણતા હોવા છતા વર્તમાનમાં જ જીવ્યા.

   તેઓ અને તેમનું જીવન દરેક વ્યકિત માટે ઉદાહરણ સમાન છે. (૨૧.૪)

(વ્હોટસએપમાં વાયરલ થયેલ મેસેજ અકિલાના

શ્રોતા અલ્કાબેન દલાલના સૌજન્યથી આભાર)

(અહી હાલની કેલેન્ડર વ્યવસ્થાને ધ્યાને લઇ વર્ષની ગણતરી આપી છે.)

(4:09 pm IST)