Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

મ્યુટેશન ઓફ પ્રોપર્ટીનો અર્થ માલિકી હકક નથી : સુપ્રીમ કોર્ટનો વધુ એક મહત્વપૂર્ણ ચૂકાદો

નવી દિલ્હી, તા. ૧૦ :  સુપ્રિમ કોર્ટે સંપતિના માલિકી હકક બાબતે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ફરી એકવાર માલિકી હકક મળી જાય છે કે ના તો ખતમ થઇ જાય છે. સંપત્તિનો માલિકી હકક ફકત એક સક્ષમ સિવિલ કોર્ટ દ્વારા જ નકકી કરી શકાય.

જસ્ટીસ એમ.આર.શાહ અને જસ્ટીસ અનિરૂદ્ધ બોસની બેંચે કહ્યું કે રેવન્યુ રેકોર્ડમાં ફકત એક એન્ટ્રીથીએ વ્યકિતને સંપતિનો હકક નથી મળી જતો જેનું નામ રેકોર્ડમાં નોંધાયેલું હોય. બેંચે કહ્યું કે રેવન્યુ રેકોર્ડમાં એન્ટ્રીનો ફકત નાણાકીય ઉદ્દેશ હોય છે જેમકે જમીનના વેરાનું ચુકવણું આવી એન્ટ્રીના આધારે કોઇ માલિકી હકક નથી મળી જતો.

શું છે મ્યુટેશન ઓફ પ્રોપર્ટી

રેવન્યુ રેકોર્ડમાં એક વ્યકિત પાસેથી બીજી વ્યકિતને કોઇ સંપતિનું હસ્તાંરણ કરવામાં આવે તેને મ્યુટેશન કહેવાય છે. કોઇપણ સંપતિની ખરીદી કે વેચાણ પછી તે સંપતિનું મ્યુટેશન કરાવવુ બહુ જરૂરી હોય છે. ત્યાર પછી જ કાયદેસર રીતે જમીન ખરીદનાર તેનો માલિક બને છે. મ્યુટેશન પછી જ કોઇ સંપતિના માલિક તરીકે કોઇ વ્યકિતનું નામ રેકોર્ડમાં આવે છે. મ્યુટેશન માટે પોતાના ગામ અથવા તાલુકામાં અરજી કરવાની હોય છે. અરજીમાં જમીન વેચનાર અને ખરીદનાર બન્નેના નામ, સરનામું અને જમીનની સંપૂર્ણ માહિતી આપવાની હોય છે.

(3:36 pm IST)