Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ઓહાયો એરપોર્ટમાં 'શૂટર' ઘૂસ્યો : એરફોર્સ બેઝમાં લોકડાઉન લાદયું

વોશિંગ્ટન તા. ૧૦ : અમેરિકાના ઓહિયોમાં રાઈટ-પેટરસન એરફોર્સ બેઝ પર લોકડાઉન લાદવામાં આવ્યું છે. એરબેઝ અનુસાર, પરિસરમાં હુમલાખોર વિશે અહેવાલો પ્રકાશમાં આવ્યા છે, જેના માટે એરફોર્સ બેઝને ગુરુવાર રાતથી લોકડાઉન હેઠળ રાખવામાં આવ્યો છે.

બેઝના પ્રવકતા સ્ટેસી ગીગરે જણાવ્યું હતું કે સક્રિય શૂટરના અહેવાલો મધ્યરાત્રિ પહેલા ૯.૨૫ વાગ્યે આવ્યા હતા. ગીગરે કહ્યું કે કટોકટીની પરિસ્થિતિ માટે સજ્જતા ચાલુ છે. કહેવામાં આવ્યું હતું કે એરબેઝ પર વધારાના સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે અને પરિસ્થિતિ તંગ છે.

(1:22 pm IST)