Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

બહુજન પાર્ટી સત્તા પર આવશે તો બ્રાહ્મણોને આપીશું સુરક્ષાઃ માયાવતી

દલિત-બ્રાહ્મણ એકતાના નારા સાથે સત્તા પર આવવાનો માયાવતીનો પ્રયાસ

લખનૌઃ ઉત્તરપ્રદેશમાં ૨૦૨૨ની વિધાનસભા ચુંટણી પહેલા પોતાની પહોંચ બ્રાહ્મણોમાં વધારવાના પ્રયાસો બહુજન સમાજ પાર્ટીના નેતા માયાવતીએ ચાલુ રાખતા વચન આપ્યું છે કે જો આવતા વર્ષે યુપીમાં અમે સત્તા પર આવશું તો બ્રાહ્મણ સમાજની સુરક્ષાનું અમે ધ્યાન રાખીશું.

અહીં યોજાયેલ 'પ્રબુધ્ધ વર્ગ સંમેલન'ના સમાપન સમારોહમાં સંબોધન કરતા માયાવતીએ કહ્યું, 'બ્રાહ્મણોએ સ્વીકાર્યુ છે કે વર્તમાન ભાજપા સરકારના શાસન કરતા બીએસપીના શાસન દરમ્યાન તેઓ વધુ સારી સ્થિતીમાં હતા. હું બ્રાહ્મણ સમાજને ખાતરી આપું છું કે જો આવતા વર્ષે અમે સત્તા પર આવીશું તો અમે તેમની સુરક્ષાનું ધ્યાન રાખીશું.'

કુખ્યાત બ્રાહ્મણ ગેંગસ્ટર વિકાસ દૂબેના ભત્રીજાની ૧૭ વર્ષની વિધવાને જામીન માટે કાનૂની લડત લડવાનું નક્કી કર્યાના થોડા દિવસોમાં જ માયાવતીની આ ખાતરી આવી છે. ૧૭ વર્ષની વિધવા ખુશી દૂબેની ઇન્ડીયન પીનલ કોડની વિવિધ  કલમો, જેમાં ખૂન અને ગુનાહિત પ્રવૃતિઓ પણ સામેલ છે, હેઠળ ધરપકડ કરાઇ છે અને છેલ્લા એક વર્ષથી તે બારાબંકીના જુવેનાઇલ સેન્ટરમાં મોકલી અપાઇ છે.

(1:21 pm IST)