Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

પ્રેમ લગ્ન કરનાર યુવતિની કુટુંબીજનોએ કરી ધોલાઇ

ચાકૂ ગરમ કરીને કેટલીય જગ્યાએ આપ્યા ડામ

નવી દિલ્હીઃ યુવતિ પુખ્ત વયની છે, જીવનના સારાનરસા નિર્ણયો લેવાની સમજણ છે પણ પોતાની પસંદગીના છોકરા  સાથે પ્રેમલગ્ન કરવા માટે તેને એવી સજા મળી છે કે જેના નિશાન કદાચ જીવનભર નહીં જાય. રૃંવાડા ઉભા કરી દેનાર આ બનાવ રાજધાની દિલ્હીના ભલસ્વા ડેરી વિસ્તારનો છે, જયાં બે દિવસ પહેલા ૧૯ વર્ષની યુવતિએ કોર્ટ મેરેજ કર્યા હતા.

યુવતિએ સાસરીયામાં પગલા મુકયાના થોડા કલાકો પછી તેના પરિવારજનો તેને બળજબરીપૂર્વક સાથે લઇ ગયા તેના માતાપિતા પર આરોપ છે કે પહેલા તો તેને બહુ ખરાબ રીતે મારવામાં આવી અને પછી ચાકૂ ગરમ કરીને તેના ચહેરા અને શરીર પર ડામ દીધા. બીજા દિવસે જયારે યુવકે પોતાની પત્નિની હાલત જોઇ તો તેણે પોલિસને ઘટનાની જાણ કરી. પોલીસે જ યુવતિને હોસ્પિટલમાં દાખલ કરાવી અને તેના સ્ટેટમેન્ટ પર કેસ નોંધ્યો. પોલીસે કાર્યવાહી કરીને યુવતિના માતા-પિતાની ધરપકડ કરી છે.

(1:21 pm IST)