Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

જો બાઇડેન - શી જિનપિંગ વચ્ચે ૭ મહિનામાં પ્રથમ વખત મંત્રણા

વોશિંગ્ટન તા. ૧૦ : અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેન અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે સાત મહિના પછી પ્રથમ વખત ફોન પર વાતચીત કરી છે. વ્હાઈટ હાઉસના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમને વ્યાપક, વ્યૂહાત્મક ચર્ચા કરી છે.

જો બાઈડેન રાષ્ટ્રપતિ બન્યા પછી બીજી વખત બંને નેતાઓએ ફોન પર વાત કરી છે. વ્યાપાર, જાસૂસ અને મહામારી જેવા મુદ્દાઓને લઈને અમેરિકા અને ચીન વચ્ચે સતત તણાવ રહ્યો છે.

ચીની અધિકારીઓએ અમેરિકા પર ચીન પર હુમલો કરવા માટે દેશોને ઉશ્કેરવાનો આરોપ લગાવ્યો હતો, જયારે અમેરિકાએ કહ્યું કે ચીન માત્ર બીજાઓનું ધ્યાન પોતાની તરફ ખેંચવા માંગે છે.

(1:18 pm IST)