Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ફિરોઝ જહાંગીર ગાંધીની પૂણ્યતિથી

એક એવી વ્યકિત જેમના સસરા જેમની પત્નિ અને જેમનો પુત્ર આ દેશના વડાપ્રધાન પદે રહ્યા હતા. જેમની એક વહુ સૌથી લાંબા સમય માટે કોંગ્રેસની અધ્યક્ષ રહી અને બીજી વહુ કેન્દ્રિય પ્રધાન રહી. એક પૌત્ર કોંગ્રેસના અધ્યક્ષ પદે રહ્યો, બીજો પૌત્ર સાંસદ છે. તેની પૌત્રી કોંગ્રેસની મહામંત્રી છે. આ વ્યકિતની પૂણ્યતિથી છે. કોઇએ યાદ પણ કર્યા તેમને ? ટ્વીટર ઉપર પારસી પરિવારના ફિરોઝ જહાંગીર ગાંધીને શ્રધ્ધાંજલિ આપતા કોઇએ લખ્યું છે કે, 'એ ફાતિહા કોઇ આયે કયોં, કોઇ ચાર ફુલ ચઢાયે કયોં, કોઇ આ કે શમા જલાયે કયોં, મેં વો બેબસી કા મઝાર હું, ન કિસીકા આંખ કા નૂર હું, ના કિસી કે દિલ કા કરાર હું, જો કિસીકે કામ ન આ શકા, મેં વો એક મુશ્ત એ ગુબાર હું...' (આ ગઝલ આમ તો બહાદુર શાહ ઝફરની છે પરંતુ ફિરોઝ ગાંધી ઉપર બરાબર લાગુ પડે છે.) ફિરોઝ ગાંધી સાંસદ હતા. નેશનલ હેરલ્ડ અને નવજીવન અખબાર શરૂ કરેલ. તેઓ ફ્રીડમ ફાઇટર, રાજકારણી અને પત્રકાર પણ હતા. ૧૨ સપ્ટેમ્બર ૧૯૧૨માં મુંબઇમાં જન્મ અને ૮ સપ્ટેમ્બર ૧૯૬૦માં નવી દિલ્હી ખાતે અવસાન થયું. તેમના પત્નિ ઇન્દિરા ગાંધી, તેમના પિતા ફરદુન જહાંગીર ગાંધી અને માતા રતીમાઇ, બાળકોમાં રાજીવ અને સંજય ગાંધી. તેઓ ઇવીંગ ક્રિશ્ચીયન પબ્લિક સ્કૂલ, લંડન સ્કૂલ ઇકોનોમિકસ અને પોલિટીકસ સાયન્સમાં ભણ્યા હતા. જવાહરલાલ નેહરૂ અને કમલા નેહરૂ તેમના સાસુ - સસરા થાય. મહાત્મા ગાંધીજીથી ખૂબ પ્રભાવિત થઇ તેમણે પોતાની અટક 'ઘાંડી'માંથી સ્પેલીંગ બદલીને 'ગાંધી' રાખેલ.

(11:49 am IST)