Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

બીબીસી પક્ષપાતી પત્રકારત્વને આપે છે પ્રોત્સાહનઃ

દક્ષિણ એશીયાઇ આતંકવાદ વિરોધી નિષ્ણાંત ક્રિશ્ચીયન ફેયરનો આરોપ

નવી દિલ્હી,: બીબીસીની ટેલીવીઝન ચેનલ પાકિસ્તાની અધિકારીઓને ખોટું બોલાવવા માટે એક મંચ પ્રદાન કરે છે, જયારે બીબીસીના ડીબેટ શોમાં આમંત્રિત અતિથીને બોલવાની પરવાનગી નથી અપાતી.' આ આક્ષેપ દક્ષિણ એશીયાના આતંકવાદ વિરોધી નિષ્ણાંત ક્રિશ્ચીયન ફેયરનો છે, જે જયોજસ્ટાઉન યુનિવર્સિટીમાં કામ કરે છે.

જયારે ફેયરે બીબીસી ચેનલ પર પાકિસ્તાન-તાલિબાન સંબંધોમાં અભ્યાસ કરાયેલ મુદાઓ પર પ્રકાર ફેંકવાનો પ્રયાસ કર્યો તો તેને બીબીસી ચેનલ પર એક એન્કરે વચ્ચે જ રોકી દીધો અને વારંવાર કહ્યું કે પાકિસ્તાન તમારી વાતનું સમર્થન નહીં કરે અને ફેયરને આશ્ચર્ય એ વાતનું થયું કે બીબીસીએ આ મુદા પર એક ઓફીશ્યલ સ્ટેટમેન્ટ બહાર પાડીને કહ્યું કે ન્યુઝ રીડર દ્વારા ચેનલ પર બોલાવાયેલ મહેમાનોને પડકારવા અને સવાલ પુછવા બહુ સ્વાભાવિક વાત છે. ફેયરનો આક્ષેપ છે કે બીબીસી કયારેય પાકિસ્તાની અધિકારીઓને નથી રોકતું કે ના તો તેમને ચેલેન્જ કરે છે. બીબીસી પાકિસ્તાની અધિકારીઓને રોકયા વિના તેમની ચેનલ દ્વારા જુઠાણા ફેલાવવાની પરવાનગી આપે છે.

(11:48 am IST)