Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

અમેરિકામાં ૭ દિવસમાં ૨.૫ લાખ બાળકો કોરોનાગ્રસ્ત

મહામારીએ બાળકોને લીધા ઝપેટમાં : ચાર સપ્તાહમાં સંક્રમણના ૭,૫૦,૦૦૦ નવા કેસ

નવી દિલ્હી તા. ૧૦ : ત્રીજી લહેરમાં ભારતીય બાળકોને લઈને વ્યકત કરવામાં આવેલી આશંકા અમેરિકન બાળકો પર સાચી સાબિત થતી જોવા મળી રહી છે. અમેરિકામાંબાળકોપર કેર તુટ્યો છે. આ સમયે અમેરિકાની હોસ્પિટલોમાં કુલ ૨૩૯૬ કોરોના ગ્રસ્તબાળકોદાખલ છે. જે અત્યાર સુધીનો રેકોર્ડ છે. એટલું જ નહીં ગત અઠવાડિયા દરમિયાન બાળકોમાં સંક્રમણના ૨.૫ લાખથી વધારે મામલા સામે આવ્યા અને આ પણ પોતાની રીતે એક રેકોર્ડ છે. મહામારીની શરૂઆતથી લઈને અત્યાર સુધી એક અઠવાડિયામાં બાળકોના સંક્રમિત થવાનો આ સૌથી મોટો આંકડો છે.
હાલમાં અમેરિકામાં મળી રહેલા નવા કોરોના સંક્રમિતોમાં ૨૬ ટકા ફકતબાળકોછે.અમેરિકાએકેડમી ઓફ પેડિયાટ્રિકસના જણાવ્યાનુંસાર ૫ ઓગસ્ટથી ૨ સપ્ટેમ્બરની વચ્ચે એટલે કે ચાર અઠવાડિયાની અંદર બાળકોમાં સંક્રમણના ૭ , ૫૦, ૦૦૦ નવા મામલા સામે આવ્યા છે. આ બહું ડરાવનારો આંકડો છે. સારી વાત એ છે કે બાળકોનો મૃત્યુદર ઘણો ઓછો બનેલો છે. આંકડા મુજબ અત્યાર સુધી ૫૨૦ બાળકોના કોરોનાથી મોત થયા છે.
ઓગસ્ટ ૨૦૨૦થી અત્યાર સુધી હોસ્પિટલમાં દાખલ થનારા બાળકોની સંખ્યા ૫૫ હજારને પાર થઈ ચૂકી છે. અમેરિકન સ્વાસ્થ્ય એજન્સી સેન્ટર ફોર ડિસિસ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન(સીડીસી)ના જણાવ્યાનુંસાર ૬ સપ્ટેમ્બરે ખતમ થયેલા અઠવાડિયામાં પ્રતિદિન ૩૬૯થી વધારે સંક્રમિત બાળકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડશે. જો કે વિશેષજ્ઞ બાળકોના સંક્રમિત થવાનું એક માત્ર કારણ સ્કૂલ ખોલવા માની નથી રહ્યા. ડેલ્ટા વેરિએન્ટના કારણે વધારે બાળકોના સંક્રમિત થવાની આશંકા વ્યકત કરવામાં આવી રહી છે.
સીડીસીના જણાવ્યાનુસાર હોસ્પિટલમાં દાખલ થનારા બાળકોમાંથી ૪૬.૪ ટકાને પૂર્વ કોઈ બિમારી નથી. મોટી સંખ્યામાંબાળકોમલ્ટી ઈન્ફલામેન્ટરી સિન્ડ્રોમ ઈન ચિલ્ડ્રેન (મિસ-સી) નામની બિમારીથી ગ્રસ્ત છે. સીડીસી મુજબ ૪૬૬૧બાળકોમિસ સીથી પીડિત છે. જેમાંથી ૪૧ના મોત થયા છે. ઉલ્લેખનીય છે તે અમેરિકામાં ૧૨ વર્ષ અથવા તેનાથી વધારે ઉંમરના બાળકોને રસી લગાવવામાં આવી રહી છે. જેમાં ૧૨થી ૧૫ વર્ષના ૨૫ ટકા અમેરિકન બાળકોને રસીના બન્ને ડોઝ લાગ્યા છે. આ ઉંમરના ૩૩ ટકા બાળકોમાં એક ટકા ડોઝ તો ૧૬થી ૧૭ વર્ષના બાળકોમાંથી ૩૭ ટકાને બન્ને ડોઝ લાગ્યા છે. જયારે ૪૫ ટકાને એક ડોઝ લાગ્યો છે.

 

(11:15 am IST)