Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

ફિરોઝાબાદમાં ડેન્ગ્યુનો નવો D2 સ્ટ્રેન જોવા મળતા હાહાકાર

યુપીમાં હાહાકાર : ડેન્ગ્યુના તાવની સાથે દર્દીમાં લોહીમાં જોવા મળ્યો નવો વાયરસ

નવી દિલ્હી તા. ૧૦ : યૂપીના ફિરોઝબાદ, મથુરા અને આગ્રામાં જે પણ મોત થઈ રહ્યા છે તે ડેન્ગ્યૂના કારણે થઈ રહ્યા છે. અહીંથી ICMR દ્વારા જે સેમ્પલ લેવાયા તેમાં D2 સ્ટ્રેન જોવા મળ્યો છે જે ખતરનાક સાબિત થઈ શકે છે.

ICMRના મહાનિર્દેશક ડો. બલરામ ભાર્ગવે કહ્યું કે યૂપીના ફિરોઝાબાદમાં અનેક જિલ્લામાં ડેન્ગ્યૂના તાવની માહિતિ મળી રહી છે આ માટે D2 સ્ટ્રેનકારણ માનવામાં આવી રહ્યો છે. સ્વાસ્થ્ય અને કલ્યાણ મંત્રાલય દ્વારા એક નિવેદનમાં કહેવાયું છે કે યૂપીના ફિરોઝાબાદમાં તાવના સેમ્પલની તપાસમાં આ સ્ટ્રેન સામે આવ્યો છે.

ડો. ભાર્ગવે કહ્યું કે યૂપીનાફિરોઝાબાદઅને મથુરા અને આગ્રામાં પણ મોત થયા છે તેના માટેડેન્ગ્યૂકારણ રૂપ છે. તેઓએ કહ્યું કે આ જિલ્લામાં આઈસીએમઆર દ્વારા જે સેમ્પલ લેવાયા હતા તેમાં D2 સ્ટ્રેનજોવા મળ્યો છે અને તે લોહીના વહેવાનું કારણ બની શકે છે, આ સાથે તે ઘાતક પણ બની શકે છે. આ સમયે ભાર્ગવે યૂપીની જનતાને મચ્છરોથી સાવધાન રહેવાની સલાહ આપી છે. તેઓએ કહ્યું કે મચ્છરની શકયતા વાળી જગ્યા પર અને લાંબા સમય સુધી પાણી જમા રહેતું હોય ત્યાં જવાથી બચવું. આ સાથે સાફ સફાઈનું ધ્યાન રાખવું.

જાણકારોના આધારે ડેન્ગ્યૂનો D2 સ્ટ્રેનસૌથીખતરનાકમાનવામાં આવે છે. તેનાથી સંક્રમણમાં દર્દીના શરીર પર ૩-૫ દિવસમાં લાલ ચકામા પડે છે. સાથે શરીરમાં બ્લડના પ્લેટલેટ્સ પણ ઝડપથઈ ઘટવા લાગે છે. જાણકારોનું કહેવું છે કે ડેન્ગ્યૂમાં લોહી વહેવાની સાથેતાવઅને શોક સિન્ડ્રોમ જોવા મળે છે જે મૃત્યુનું કારણ પણ બની શકે છે.

ડેન્ગ્યૂના મચ્છર એકત્રિત પાણીમાં જન્મે છે જેમકે કૂલર, પાણીની ટાંકી, પક્ષીના પાણીના વાસણ, ફ્રિઝની ટ્રે, નારિયેળની ખોળ વગેરેમાં.

એડીઝ મચ્છર ડેન્ગ્યૂની બીમારી ફેલાવે છે આ વધારે ઉંચાઈ સુધી ઉડી શકતા નથી. ડેન્ગ્યૂના મચ્છર દિવસે કરડે છે. ડેન્ગ્યૂએક પ્રકારના વાયરસના કારણે થાય છે. આ બીમારી વરસાદમાં વધારે રહે છે.

ડેન્ગ્યૂના લક્ષણ માંસપેશીમાં સાંધાનું દર્દ, અચાનકતાવઆવવો અને ગંભીર સ્થિતિમાં શરીરમાંથી લોહી વહેવાની સાથે પગ અને હાથ તથા મોઢા પર લાલ દાણા આવવાની સાથે આંખમાં બળતરાને જન્માવે છે. સખત માથાના દુઃખાવવાની સાથે ઉલ્ટીઓ પણ થાય છે.

ઉલ્લેખનીય છે કે લગભગ ૧૫ દિવસથી ફિરોઝાબાદમાં વાયરલતાવપણ ઝડપથી વધી રહ્યો છે અને સાથે ડેન્ગ્યૂના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા એક અઠવાડિયામાં ડેન્ગ્યૂનો પ્રકોપ જનપદના શહેરથી લઈને ગ્રામીણ વિસ્તારોમાં ફેલાયો છે.

(10:14 am IST)