Gujarati News

Gujarati News

News of Friday, 10th September 2021

સ્પેનમાં હિન્દૂ અને ખ્રિસ્તી સમુદાય વચ્ચેની ધાર્મિક સદભાવના : ગણપતિ શોભાયાત્રાને ચર્ચમાં પ્રવેશવાની મંજૂરી આપી સન્માન કર્યું

સ્પેન : સ્પેનમાં હિન્દૂ અને ખ્રિસ્તી સમુદાય વચ્ચેની ધાર્મિક સદભાવનાનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળ્યું છે. જે મુજબ ગણપતિ શોભાયાત્રાને ચર્ચમાં પ્રવેશવાની મંજૂરી આપી સન્માન કરવામાં આવ્યું હતું.

પ્રાપ્ત વિગત મુજબ સ્પેનમાં હિંદુઓ દ્વારા ઉજવાઈ રહેલા ગણપતિ ઉત્સવ દરમિયાન શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રના રસ્તામાં એક ચર્ચ આવતું હોવાથી અને ચર્ચમાં પ્રાર્થનાનો સમય હોવાથી શોભાયાત્રાના આયોજકોએ ચર્ચ પાસેથી પસાર થતા પહેલા સંચાલકોની મંજૂરી માંગી હતી.

આથી સંચાલકોએ માત્ર મંજૂરી આપવાને બદલે ચર્ચમાં આવી ગણપતિ દાદાની મૂર્તિ ઈસુ ખ્રિસ્તની મૂર્તિની બાજુમાં રાખવા આમંત્રણ આપ્યું હતું. આથી હિંદુઓ ખુશ થઇ ગયા હતા તેવું પી.કે.દ્વારા જાણવા મળે છે.

(12:31 pm IST)