Gujarati News

Gujarati News

News of Thursday, 10th September 2020

વિશ્વનો મૃત્યુઆંક ૯૦૮૦૦૦

વિશ્વભરમાં કુલ ૨૮૦૨૨૨૭૬ કેસ : ૭૦૧૩૬૧૪ એકટીવ કેસ : મૃત્યુઆંક ૯૦૮૦૦૦ : ભારત, અમેરિકા અને બ્રાઝીલમાં સ્થિતિ ગંભીર : અમેરિકામાં ૬૫૪૯૪૭૫ કેસ અને મૃત્યુઆંક ૧૯૫૨૩૯: બ્રાઝીલમાં ૪૧૯૯૩૩૨ કેસ અને ૧૨૮૬૫૩ મૃત્યુ : વિશ્વના ૪૩ ટકાથી વધુ મોત ભારત સહિત ત્રણ દેશોમાં

નવી દિલ્હી તા. ૧૦ : સમગ્ર વિશ્વમાં કોરોના નામનો જીવલેણ વાયરસ કાળોકેર મચાવી રહ્યો છે. જાન્યુઆરીમાં પહેલીવાર કોરોનાએ દેખા દીધા બાદ અત્યાર સુધીમાં ૯ લાખથી વધુ લોકોને એ ભરખી ગયો છે. એટલું જ નહીં વિશ્વભરમાં કોરોનાના કુલ કેસ ૨,૮૦,૨૨,૨૭૬ થઇ જવા પામ્યા છે જેમાં ૭૦,૧૩,૬૧૪ એકટીવ કેસ છે અને અત્યાર સુધીમાં ૯૦૮૦૦૦ લોકોના મોત થયા છે.

મળતી માહિતી મુજબ અમેરિકામાં કુલ ૬૫૪૯૪૭૫ કેસ નોંધાયા છે અને ૧,૯૫,૨૩૯ લોકોના મોત થયા છે. ભારતમાં ૪૪,૬૫,૮૬૩ કેસ છે અને ૭૫૦૬૨ લોકોના મોત થયા છે. બ્રાઝીલમાં ૪૧,૯૯,૩૩૨ કેસ અને ૧૨૮૬૫૩ લોકોના મોત થયા છે. રશિયામાં ૧૦,૪૧,૦૦૭ કેસ અને ૧૮,૧૩૫ના મોત છે. પેરૂમાં ૭૦૨૭૭૬ કેસ અને ૩૦૨૩૬ના મોત છે. કોલંબિયામાં ૬૮૬૮૫૬ કેસ અને ૨૨૦૫૩ મોત, મેકિસકોમાં ૬૪૭૫૦૭ કેસ અને ૬૯૦૯૫ મોત છે. દક્ષિણ આફ્રીકામાં ૧૫૧૬૮, આર્જેન્ટીનામાં ૧૦૬૫૮, ફ્રાંસમાં ૩૦૭૯૪, યુકે ૪૧૫૯૪, ઇડાલી ૩૫૫૭૭ લોકોના મોત થયા છે. 

સૌથી વધુ એટલે કે કુલ કેસના ૪૩ ટકાથી વધુના મોત અમેરિકા, બ્રાઝીલ અને ભારતમાં થયા છે. વિશ્વમાં ભારતમાં સૌથી વધુ કેસ નોંધાય રહ્યા છે.

(11:09 am IST)